૨૦
(ध्वंसि) મેટનશીલ (મટાડવાના સ્વભાવવાળું) છે (स्वभावत्वात्) નિજસ્વરૂપ જેનું, એવો સ્વભાવ હોવાથી શુદ્ધ છે. ૧૮.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘मेचकामेचकत्वयोः आत्मनः चिन्तया एव अलं’’ આત્મા (मेचक) ‘મલિન છે’ અને (अमेचक) ‘નિર્મળ છે’ – આમ આ બંને નયો પક્ષપાતરૂપ છે; (आत्मनः) ચેતનદ્રવ્યના આવા (चिन्तया) વિચારથી (अलं) બસ થાઓ; આવો વિચાર કરવાથી તો સાધ્યની સિદ્ધિ નથી થતી (एव) એમ નક્કી જાણવું. ભાવાર્થ આમ છે કે શ્રુતજ્ઞાનથી આત્મસ્વરૂપ વિચારતાં ઘણા વિકલ્પો ઊપજે છે; એક પક્ષથી વિચારતાં આત્મા અનેકરૂપ છે, બીજા પક્ષથી વિચારતાં આત્મા અભેદરૂપ છે – આમ વિચારતાં થકાં તો સ્વરૂપ-અનુભવ નથી. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે વિચારતાં થકાં તો અનુભવ નથી, તો અનુભવ ક્યાં છે? ઉત્તર આમ છે કે પ્રત્યક્ષપણે વસ્તુને આસ્વાદતાં થકાં અનુભવ છે. તે જ કહે છે — ‘‘दर्शन-ज्ञान-चारित्रैः साध्यसिद्धिः’’ (दर्शन) શુદ્ધસ્વરૂપનું અવલોકન, (ज्ञान) શુદ્ધસ્વરૂપનું પ્રત્યક્ષ જાણપણું, (चारित्र) શુદ્ધસ્વરૂપનું આચરણ — આવાં કારણો કરવાથી (साध्य) સકળકર્મક્ષયલક્ષણ મોક્ષની (सिद्धिः) પ્રાપ્તિ થાય છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધસ્વરૂપનો અનુભવ કરતાં મોક્ષની પ્રાપ્તિ છે. કોઈ પ્રશ્ન કરે છે કે આટલો જ મોક્ષમાર્ગ છે કે કંઈ અન્ય પણ મોક્ષમાર્ગ છે? ઉત્તર આમ છે કે આટલો જ મોક્ષમાર્ગ છે. ‘‘न च अन्यथा’’ (च) પરંતુ (अन्यथा) અન્ય પ્રકારે (न) સાધ્યસિદ્ધિ નથી થતી. ૧૯.
अपतितमिदमात्मज्योतिरुद्गच्छदच्छम् ।
न खलु न खलु यस्मादन्यथा साध्यसिद्धिः ।।२०।।