કહાનજૈનશાસ્ત્રમાળા ]
સહજ (एकत्वतः) નિર્ભેદપણું હોવાથી; — આવો નિશ્ચયનય કહેવાય છે. ‘‘आत्मा प्रमाणतः समम् मेचकः अमेचकः अपि च’’ (आत्मा) ચેતનદ્રવ્ય (समम्) એક જ કાળે (मेचकः अमेचकः अपि च) મલિન પણ છે અને નિર્મળ પણ છે. કોની અપેક્ષાએ? (प्रमाणतः) યુગપદ્ અનેક ધર્મગ્રાહક જ્ઞાનની અપેક્ષાએ. તેથી પ્રમાણદ્રષ્ટિએ જોતાં એક જ કાળે જીવદ્રવ્ય ભેદરૂપ પણ છે, અભેદરૂપ પણ છે. ૧૬.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘एकः अपि व्यवहारेण मेचकः’’ (एकः अपि) દ્રવ્યદ્રષ્ટિથી જોકે જીવદ્રવ્ય શુદ્ધ છે તોપણ (व्यवहारेण) ગુણ-ગુણીરૂપ ભેદદ્રષ્ટિથી (मेचकः) મલિન છે. તે પણ કોની અપેક્ષાએ? ‘‘त्रिस्वभावत्वात्’’ (त्रि) દર્શન-જ્ઞાન- ચારિત્ર, તે ત્રણ છે (स्वभावत्वात्) સહજ ગુણો જેના, એવું હોવાથી. તે પણ કેવું હોવાથી? ‘‘दर्शन-ज्ञान-चारित्रैः त्रिभिः परिणतत्वतः’’ કેમ કે તે દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણ ગુણોરૂપે પરિણમે છે, તેથી ભેદબુદ્ધિ પણ ઘટે છે. ૧૭.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘तु परमार्थेन एककः अमेचकः’’ (तु) ‘तु’ પદ દ્વારા બીજો પક્ષ કયો છે તે વ્યક્ત કર્યું છે. (परमार्थेन) પરમાર્થથી અર્થાત્ શુદ્ધ દ્રવ્યદ્રષ્ટિથી (एककः) શુદ્ધ જીવવસ્તુ (अमेचकः) નિર્મળ છે – નિર્વિકલ્પ છે. કેવો છે પરમાર્થ? ‘‘व्यक्तज्ञातृत्वज्योतिषा’’ (व्यक्त) પ્રગટ છે (ज्ञातृत्व) જ્ઞાનમાત્ર (ज्योतिषा) પ્રકાશ- સ્વરૂપ જેમાં એવો છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ – નિર્ભેદ વસ્તુમાત્રગ્રાહક જ્ઞાન નિશ્ચયનય કહેવાય છે. તે નિશ્ચયનયથી જીવપદાર્થ સર્વભેદરહિત શુદ્ધ છે. વળી કેવો હોવાથી શુદ્ધ છે? ‘‘सर्वभावान्तरध्वंसिस्वभावत्वात्’’ (सर्व) સમસ્ત દ્રવ્યકર્મ-ભાવકર્મ- નોકર્મ અથવા જ્ઞેયરૂપ પરદ્રવ્ય એવા જે (भावान्तर) ઉપાધિરૂપ વિભાવભાવ તેમનું