૧૮
પરિણતિ સમાન જેનો સ્વભાવ છે. ભાવાર્થ આમ છે કે જેવી રીતે લવણની કાંકરી સર્વાંગેય ક્ષાર છે તેવી રીતે ચેતનદ્રવ્ય સર્વાંગેય ચેતન છે. ૧૪.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘सिद्धिमभीप्सुभिः एषः आत्मा नित्यम् समुपास्यताम्’’ (सिद्धिम्) સકળકર્મક્ષયલક્ષણ મોક્ષને (अभीप्सुभिः) ઉપાદેયપણે અનુભવનારા જીવોએ (एषः आत्मा) આ આત્માને અર્થાત્ ઉપાદેય એવા પોતાના શુદ્ધ ચૈતન્યદ્રવ્યને (नित्यम्) સદા કાળ (समुपास्यताम्) અનુભવવો. કેવો છે આત્મા? ‘‘ज्ञानघनः’’ (ज्ञान) સ્વ-પરગ્રાહકશક્તિનો (घनः) પુંજ છે. વળી કેવો છે? ‘‘एकः’’ સમસ્ત વિકલ્પ રહિત છે. વળી કેવો છે? ‘‘साध्यसाधकभावेन द्विधा’’ (साध्य) સકળકર્મક્ષયલક્ષણ મોક્ષ, (साधक) મોક્ષનું કારણ શુદ્ધોપયોગલક્ષણ શુદ્ધાત્માનુભવ — (भावेन) એવી જે બે અવસ્થા, તેમના ભેદથી, (द्विधा) બે પ્રકારનો છે. ભાવાર્થ આમ છે કે એક જ જીવદ્રવ્ય કારણરૂપ પણ પોતામાં જ પરિણમે છે અને કાર્યરૂપ પણ પોતામાં જ પરિણમે છે, તેથી મોક્ષ જવામાં કોઈ દ્રવ્યાન્તરનો સહારો નથી, માટે શુદ્ધ આત્માનો અનુભવ કરવો જોઈએ. ૧૫.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘आत्मा मेचकः’’ (आत्मा) ચેતનદ્રવ્ય (मेचकः) મલિન છે. કોની અપેક્ષાએ મલિન છે? ‘‘दर्शन-ज्ञान-चारित्रैस्त्रित्वात्’’ સામાન્યપણે અર્થગ્રાહક શક્તિનું નામ દર્શન છે, વિશેષપણે અર્થગ્રાહક શક્તિનું નામ જ્ઞાન છે અને શુદ્ધત્વશક્તિનું નામ ચારિત્ર છે — આમ શક્તિભેદ કરતાં એક જીવ ત્રણ પ્રકારે થાય છે, તેથી મલિન કહેવાનો વ્યવહાર છે. ‘‘आत्मा अमेचकः’’ (आत्मा) ચેતનદ્રવ્ય (अमेचकः) નિર્મળ છે; કોની અપેક્ષાએ નિર્મળ છે? ‘‘स्वयम् एकत्वतः’’ (स्वयम्) દ્રવ્યનું