કહાનજૈનશાસ્ત્રમાળા ]
પણ વિકલ્પ છે. તેમાં પણ એમ કહ્યું છે કે શુદ્ધાત્માનુભૂતિ મોક્ષમાર્ગ છે. તેથી શુદ્ધાત્માનુભૂતિ થતાં શાસ્ત્ર ભણવાની કાંઈ અટક (બંધન) નથી. ૧૩.
र्महः परममस्तु नः सहजमुद्विलासं सदा ।
यदेकरसमुल्लसल्लवणखिल्यलीलायितम् ।।१४।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘तत् महः नः अस्तु’’ (तत्) તે જ (महः) શુદ્ધ જ્ઞાનમાત્ર વસ્તુ (नः) અમને (अस्तु) હો. ભાવાર્થ આમ છે કે શુદ્ધસ્વરૂપનો અનુભવ ઉપાદેય છે, બીજું બધું હેય છે. કેવો છે તે ‘महः (જ્ઞાનમાત્ર આત્મા)’? ‘‘परमम्’’ ઉત્કૃષ્ટ છે. વળી કેવો છે ‘महः’? ‘‘अखण्डितम्’’ ખંડિત નથી — પરિપૂર્ણ છે. ભાવાર્થ આમ છે કે ઇન્દ્રિયજ્ઞાન ખંડિત છે; તે જોકે વર્તમાન કાળે તે-રૂપ પરિણમ્યો છે તોપણ સ્વરૂપ અતીન્દ્રિય જ્ઞાન છે. વળી કેવો છે? ‘‘अनाकुलं’’ આકુળતા રહિત છે. ભાવાર્થ આમ છે કે યદ્યપિ સંસાર-અવસ્થામાં કર્મજનિત સુખદુઃખરૂપ પરિણમે છે તથાપિ સ્વાભાવિક સુખસ્વરૂપ છે.✻
(अन्तः) અંદર (बहिः) બહાર (ज्वलत्) પ્રકાશરૂપ પરિણમી રહ્યો છે. ભાવાર્થ આમ છે કે જીવવસ્તુ અસંખ્યાતપ્રદેશી છે, જ્ઞાનગુણ બધા પ્રદેશોમાં એકસરખો પરિણમી રહ્યો છે, કોઈ પ્રદેશમાં ઘટ-વધ નથી. વળી કેવો છે? ‘‘सहजं’’ સ્વયંસિદ્ધ છે. વળી કેવો છે? ‘‘उद्विलासं’’ પોતાના ગુણ-પર્યાયે ધારાપ્રવાહરૂપ પરિણમે છે. વળી કેવો છે? ‘‘यत् (महः) सकलकालम् एकरसम् आलम्बते’’ (यत्) જે (महः) જ્ઞાનપુંજ (सकलकालम्) ત્રણે કાળ (एकरसम्) એકરસને અર્થાત્ ચેતનાસ્વરૂપને (आलम्बते) આધારભૂત છે. કેવો છે એકરસ? ‘‘चिदुच्छलननिर्भरं’’ (चित्) જ્ઞાન-(उच्छलन) પરિણમનથી (निर्भरं) ભરિતાવસ્થ છે. વળી કેવો છે એકરસ? ‘‘उल्लसत् लवणखिल्यलीलायितम् (लवण) ક્ષારરસની (खिल्य) કાંકરીની (‘‘उल्लसत्’’ लीलायितम्)
* પં. શ્રી રાજમલજીની ટીકામાં અહીં ‘‘अनन्तम्’’ પદનો અર્થ કરવો રહી ગયો છે.