૧૬
ज्ञानानुभूतिरियमेव किलेति बुद्धवा ।
मेकोऽस्ति नित्यमवबोधघनः समन्तात् ।।१३।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘आत्मा सुनिष्प्रकम्पम् एकः अस्ति’’ (आत्मा) આત્મા અર્થાત્ ચેતનદ્રવ્ય (सुनिष्प्रकम्पम्) અશુદ્ધ પરિણમનથી રહિત (एकः) શુદ્ધ (अस्ति) થાય છે. કેવો છે આત્મા? ‘‘नित्यं समन्तात् अवबोधघनः’’ (नित्यम्) સદા કાળ (समन्तात्) સર્વાંગ (अवबोधघनः) જ્ઞાનગુણનો સમૂહ છે — જ્ઞાનપુંજ છે. શું કરીને આત્મા શુદ્ધ થાય છે? ‘‘आत्मना आत्मनि निवेश्य’’ (आत्मना) પોતાથી (आत्मनि) પોતામાં જ (निवेश्य) પ્રવિષ્ટ થઈને. ભાવાર્થ આમ છે કે આત્માનુભવ પરદ્રવ્યની સહાય રહિત છે તેથી પોતામાં જ પોતાથી આત્મા શુદ્ધ થાય છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે આ અવસરે તો એમ કહ્યું કે આત્માનુભવ કરતાં આત્મા શુદ્ધ થાય છે અને ક્યાંક એમ કહ્યું છે કે જ્ઞાનગુણમાત્ર અનુભવ કરતાં આત્મા શુદ્ધ થાય છે, તો આમાં વિશેષતા શું છે? ઉત્તર આમ છે કે વિશેષતા તો કાંઈ પણ નથી. એ જ કહે છે — ‘‘या शुद्धनयात्मिका आत्मानुभूतिः इति किल इयम् एव ज्ञानानुभूतिः इति बुद्धवा’’ (या) જે (आत्मानुभूतिः) આત્મ-અનુભૂતિ અર્થાત્ આત્મદ્રવ્યનો પ્રત્યક્ષપણે આસ્વાદ છે. કેવી છે અનુભૂતિ? (शुद्धनयात्मिका) શુદ્ધનય અર્થાત્ શુદ્ધ વસ્તુ તે જ છે આત્મા અર્થાત્ સ્વભાવ જેનો એવી છે. ભાવાર્થ આમ છે કે નિરુપાધિપણે જીવદ્રવ્ય જેવું છે તેવો જ પ્રત્યક્ષપણે આસ્વાદ આવે એનું નામ શુદ્ધાત્માનુભવ છે. (किल) નિશ્ચયથી (इयम् एव ज्ञानानुभूतिः) આ જે આત્માનુભૂતિ કહી તે જ જ્ઞાનાનુભૂતિ છે (इति बुद्धवा) એટલીમાત્ર જાણીને. ભાવાર્થ આમ છે કે જીવવસ્તુનો જે પ્રત્યક્ષપણે આસ્વાદ, તેને નામથી આત્માનુભવ એમ કહેવાય અથવા જ્ઞાનાનુભવ એમ કહેવાય; નામભેદ છે, વસ્તુભેદ નથી. એમ જાણવું કે આત્માનુભવ મોક્ષમાર્ગ છે. આ પ્રસંગે બીજો પણ સંશય થાય છે કે, કોઈ જાણશે કે દ્વાદશાંગજ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે. તેનું સમાધાન આમ છે કે દ્વાદશાંગજ્ઞાન