કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વથા અવશ્ય મટે છે. જે કાળે મિથ્યાત્વપરિણમન મટે છે તે કાળે અવશ્ય અનુભવશક્તિ થાય છે. મિથ્યાત્વપરિણમન જે રીતે મટે છે તે રીત કહે છેઃ — ‘‘स्वं समालोक्य’’ (स्वं) પોતાની શુદ્ધ ચૈતન્યવસ્તુનો (समालोक्य) સ્વસંવેદનપ્રત્યક્ષપણે આસ્વાદ કરીને. કેવું છે શુદ્ધ ચેતન? ‘‘विलसन्तं’’ અનાદિનિધન પ્રગટપણે ચેતનારૂપ પરિણમી રહ્યું છે. ૨૩.
धामोद्दाममहस्विनां जनमनो मुष्णन्ति रूपेण ये ।
वन्द्यास्तेऽष्टसहस्रलक्षणधरास्तीर्थेश्वराः सूरयः ।।२४।।
ખંડાન્વય સહિત અર્થઃ — અહીં કોઈ મિથ્યાદ્રષ્ટિ કુવાદી મતાન્તર સ્થાપે છે કે જીવ અને શરીર એક જ વસ્તુ છે. જેમ જૈનો માને છે કે શરીરથી જીવદ્રવ્ય ભિન્ન છે તેમ નથી, એક જ છે; કેમકે શરીરનું સ્તવન કરતાં આત્માનું સ્તવન થાય છે, એમ જૈનો પણ માને છે. એ જ બતાવે છે — ‘‘ते तीर्थेश्वराः वन्द्याः’’
અવશ્ય વિદ્યમાન છે એવા (तीर्थेश्वराः) તીર્થંકરદેવો (वन्द्याः) ત્રિકાળ નમસ્કાર કરવાયોગ્ય છે. કેવા છે તે તીર્થંકરો? ‘‘ये कान्त्या एव दश दिशः स्नपयन्ति’’ (ये) તીર્થંકરો (कान्त्या) શરીરની દીપ્તિ દ્વારા (एव) નક્કી (दश) પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ એ ચાર દિશા, ચાર ખૂણારૂપ વિદિશા તથા ઊર્ધ્વદિશા અને અધોદિશા એ દસ (दिशः) દિશાઓને (स्नपयन्ति) પ્રક્ષાલ કરે છે — પવિત્ર કરે છે; એવા છે જે તીર્થંકરો તેમને નમસ્કાર છે. (જૈનોને ત્યાં) આમ જે કહ્યું તે તો શરીરનું વર્ણન કર્યું, તેથી અમને એવી પ્રતીતિ ઊપજી કે શરીર અને જીવ એક જ છે. વળી કેવા છે તીર્થંકરો? ‘‘ये धाम्ना उद्दाममहस्विनां धाम निरुन्धन्ति’’ (ये) તીર્થંકરો (धाम्ना) શરીરના તેજથી (उद्दाममहस्विनां) ઉગ્ર તેજવાળા કરોડો સૂર્યના (धाम) પ્રતાપને (निरुन्धन्ति) રોકે છે. ભાવાર્થ આમ છે કે તીર્થંકરના શરીરમાં એવી દીપ્તિ છે કે જો કોટિ સૂર્ય હોય તો કોટિયે સૂર્યની દીપ્તિ રોકાઈ જાય; એવા તે તીર્થંકરો છે. અહીં પણ શરીરની