Samaysar Kalash Tika (Gujarati). Shlok: 25-26.

< Previous Page   Next Page >


Page 27 of 269
PDF/HTML Page 49 of 291

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

જીવ-અધિકાર
૨૭
(આર્યા)
प्राकारकवलिताम्बरमुपवनराजीनिगीर्णभूमितलम्
पिबतीव हि नगरमिदं परिखावलयेन पातालम् ।।२५।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘इदं नगरम् परिखावलयेन पातालम् पिबति इव’’ (इदं) પ્રત્યક્ષ (नगरम्) નગર અર્થાત્ રાજગ્રામ (परिखावलयेन) ખાઈ વડે ઘેરાયેલું હોવાથી (पातालम्) અધોલોકને, (पिबति इव) ખાઈ એટલી ઊંડી છે જેથી એમ લાગે છે કે, પી રહ્યું છે. કેવું છે નગર? ‘‘प्राकारकवलिताम्बरम्’’ (प्राकार) કોટ વડે (कवलित) ગળી ગયું છે (अम्बरम्) આકાશને જે, એવું નગર છે. ભાવાર્થ આમ છે કે કોટ ઘણો જ ઊંચો છે. વળી કેવું છે નગર? ‘‘उपवनराजीनिगीर्णभूमितलम्’’ (उपवनराजी) નગરની સમીપ ચારે તરફ ફેલાયેલા બાગોથી (निगीर्ण) રુંધાયેલી છે (भूमितलम्) સમસ્ત ભૂમિ જેની, એવું તે નગર છે. ભાવાર્થ આમ છે કે નગરની બહાર ઘણા બાગ છે. આવી નગરની સ્તુતિ કરતાં રાજાની સ્તુતિ થતી નથી. અહીં ખાઈ-કોટ-બાગનું વર્ણન કર્યું તે તો રાજાના ગુણો નથી; રાજાના ગુણો છે દાન, પૌરુષ (શૂરવીરતા) અને જાણપણું; તેમની સ્તુતિ કરતાં રાજાની સ્તુતિ થાય છે. ૨૫.

(આર્યા)
नित्यमविकारसुस्थितसर्वाङ्गमपूर्वसहजलावण्यम्
अक्षोभमिव समुद्रं जिनेन्द्ररूपं परं जयति ।।२६।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘जिनेन्द्ररूपं जयति’’ (जिनेन्द्ररूपं) જિનેન્દ્રરૂપ અર્થાત્ તીર્થંકરના શરીરની શોભા (जयति) જયવંત હો. કેવું છે જિનેન્દ્રરૂપ? ‘‘नित्यं’’ આયુપર્યન્ત એકરૂપ છે. વળી કેવું છે? ‘‘अविकारसुस्थितसर्वाङ्गम्’’ (अविकार) જેમાં બાળપણું, તરુણપણું અને વૃદ્ધપણું નહીં હોવાથી (सुस्थित) સમાધાનરૂપ (સારી રીતે ગોઠવાયેલા) છે (सर्वाङ्गम्) સર્વ પ્રદેશ જેના એવું છે. વળી કેવું છે જિનેન્દ્રનું રૂપ? ‘‘अपूर्वसहजलावण्यम्’’ (अपूर्व) આશ્ચર્યકારી છે તથા (सहज) વિના યત્ને શરીર સાથે મળેલા છે (लावण्यम्) શરીરના ગુણો જેને એવું છે. વળી કેવું છે? ‘‘समुद्रम् इव अक्षोभम्’’ (समुद्रम् इव) સમુદ્રની માફક (अक्षोभम्)