કહાનજૈનશાસ્ત્રમાળા ]
(निश्चयात्) દ્રવ્યના નિજ સ્વરૂપને વિચારતાં, ભાવાર્થ આમ છે કે જેવી રીતે સોનું અને રૂપું જોકે એકક્ષેત્રે મળેલાં છે – એકપિંડરૂપ છે તોપણ સોનું પીળું, ભારે અને ચીકણું એવા પોતાના ગુણો સહિત છે, રૂપું પણ પોતાના શ્વેતગુણ સહિત છે, તેથી એકપણું કહેવું જૂઠું છે, તેવી જ રીતે જીવ અને કર્મ પણ જોકે અનાદિથી એકબંધપર્યાયરૂપ મળેલાં ચાલ્યાં આવે છે – એકપિંડરૂપ છે તોપણ જીવદ્રવ્ય પોતાના જ્ઞાનગુણે બિરાજમાન છે, કર્મ-પુદ્ગલદ્રવ્ય પણ પોતાના અચેતન ગુણ સહિત છે, તેથી એકપણું કહેવું જૂઠું છે. તે કારણે સ્તુતિમાં ભેદ છે. (તે જ બતાવે છે — ) ‘‘व्यवहारतः वपुषः स्तुत्या नुः स्तोत्रं अस्ति, न तत् तत्त्वतः’’ (व्यवहारतः) બંધપર્યાયરૂપ એકક્ષેત્રાવગાહદ્રષ્ટિથી જોતાં (वपुषः) શરીરની (स्तुत्या) સ્તુતિ કરવાથી (नुः) જીવની (स्तोत्रं) સ્તુતિ (अस्ति) થાય છે. (न तत्) બીજા પક્ષે વિચારતાં, સ્તુતિ નથી થતી. કઈ અપેક્ષાએ નથી થતી? (तत्त्वतः) શુદ્ધ જીવદ્રવ્યસ્વરૂપ વિચારતાં. ભાવાર્થ આમ છે કે જેમ ‘શ્વેત સુવર્ણ’ એમ જોકે કહેવામાં આવે છે તોપણ શ્વેતગુણ રૂપાનો છે, તેથી ‘શ્વેત સુવર્ણ’ એમ કહેવું જૂઠું છે, તેવી જ રીતે —
‘‘[ભાવાર્થ — ] બે તીર્થંકરો રક્તવર્ણે, બે કૃષ્ણ, બે નીલ, બે પન્ના અને સોળ સુવર્ણરંગે છે,’’ જોકે આમ કહેવામાં આવે છે તોપણ શ્વેત, રક્ત અને પીત આદિ પુદ્ગલદ્રવ્યના ગુણો છે, જીવના ગુણો નથી. તેથી શ્વેત, રક્ત અને પીત એમ કહેતાં જીવ નથી હોતો, જ્ઞાનગુણ કહેતાં જીવ છે. કોઈ પ્રશ્ન કરે છે કે શરીરની સ્તુતિ કરતાં તો જીવની સ્તુતિ થતી નથી, તો જીવની સ્તુતિ કઈ રીતે થાય છે? ઉત્તર આમ છે કે ચિદ્રૂપ કહેતાં થાય છે — ‘‘निश्चयतः चित्स्तुत्या एव चितः स्तोत्रं भवति’’ (निश्चयतः) શુદ્ધ જીવદ્રવ્યરૂપ વિચારતાં (चित्) શુદ્ધ જ્ઞાનાદિનાં (स्तुत्या) વારંવાર વર્ણન-સ્મરણ-અભ્યાસ કરવાથી (एव) નિઃસંદેહ (चितः स्तोत्रं) જીવદ્રવ્યની સ્તુતિ (भवति) થાય છે. ભાવાર્થ આમ છે — જેવી રીતે ‘પીળું, ભારે અને ચીકણું સુવર્ણ’ એમ કહેતાં સુવર્ણની સ્વરૂપસ્તુતિ થાય છે, તેવી જ રીતે ‘કેવળી એવા છે કે જેમણે પ્રથમ જ શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ કર્યો છે એટલે કે ઇન્દ્રિય-વિષય-કષાયને જીત્યાં છે, પછી મૂળથી ખપાવ્યાં છે, સકળ કર્મ ક્ષય કર્યાં