કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવસ્વરૂપનો અનુભવ થાય છે. આવો અનુભવ સમ્યક્ત્વ છે. કેવો છે બોધ? ‘‘स्वरसरभसकृष्टः’’ (स्वरस) જ્ઞાનસ્વભાવનો (रभस) ઉત્કર્ષ — અતિશય સમર્થપણું તેનાથી (कृष्टः) પૂજ્ય છે. વળી કેવો છે? ‘‘प्रस्फु टन्’’ પ્રગટપણે છે. વળી કેવો છે? ‘‘एकः एव’’ નિશ્ચયથી ચૈતન્યરૂપ છે. ૨૮.
दनवमपरभावत्यागद्रष्टान्तद्रष्टिः ।
स्वयमियमनुभूतिस्तावदाविर्बभूव ।।२९।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘इयम् अनुभूतिः तावत् झटिति स्वयम् आविर्बभूव’’ (इयम्) આ વિદ્યમાન (अनुभूतिः) અનુભૂતિ અર્થાત્ શુદ્ધચૈતન્યવસ્તુનું પ્રત્યક્ષપણે જાણપણું (तावत्) તેટલા કાળ સુધી (झटिति) તે જ સમયે (स्वयम्) સહજ જ પોતાના જ પરિણમનરૂપ (आविर्बभूव) પ્રગટ થઈ. કેવી છે તે અનુભૂતિ? ‘‘अन्यदीयैः सकलभावैः विमुक्ता’’ (अन्यदीयैः) શુદ્ધચૈતન્યસ્વરૂપથી અત્યંત ભિન્ન એવાં દ્રવ્યકર્મ- ભાવકર્મ-નોકર્મસંબંધી (सकलभावैः) ‘સકળ’ અર્થાત્ જેટલા છે ગુણસ્થાન- માર્ગણાસ્થાનરૂપ રાગ-દ્વેષ-મોહ ઇત્યાદિ અતિ ઘણા વિકલ્પો એવા જે ‘ભાવ’ અર્થાત્ વિભાવરૂપ પરિણામ તેમનાથી (विमुक्ता) સર્વથા રહિત છે. ભાવાર્થ આમ છે કે જેટલા પણ વિભાવપરિણામસ્વરૂપ વિકલ્પો છે અથવા મન-વચનથી ઉપચાર કરી દ્રવ્ય-ગુણ-પર્યાયભેદરૂપ અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યભેદરૂપ વિકલ્પો છે તેમનાથી રહિત શુદ્ધચેતનામાત્રના આસ્વાદરૂપ જ્ઞાન તેનું નામ અનુભવ કહેવાય છે. તે અનુભવ જે રીતે થાય છે તે કહે છે — ‘‘यावत् अपरभावत्यागद्रष्टान्तद्रष्टिः अत्यन्तवेगात् अनवम् वृत्तिम् न अवतरति’’ (यावत्) જેટલો કાળ, જે કાળે (अपरभाव) શુદ્ધચૈતન્યમાત્રથી ભિન્ન દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મરૂપ જે સમસ્ત ભાવો તેમના (त्याग) ‘આ ભાવો સમસ્ત જૂઠા છે, જીવનું સ્વરૂપ નથી’ એવા પ્રત્યક્ષપણે આસ્વાદરૂપ જ્ઞાનના સૂચક (द्रष्टान्त) ઉદાહરણની માફક — [વિવરણ — જેવી રીતે કોઈ પુરુષે ધોબીના ઘરેથી પોતાના વસ્ત્રના ભ્રમથી બીજાનું વસ્ત્ર આવતાં ઓળખ્યા વિના પહેરીને પોતાનું