૩૨
જાણ્યું, પછી તે વસ્ત્રનો ધણી જે કોઈ હતો તેણે છેડો પકડીને કહ્યું કે ‘આ વસ્ત્ર તો મારું છે,’ ફરીને કહ્યું કે ‘મારું જ છે,’ આમ સાંભળતાં તે પુરુષે ચિહ્ન તપાસ્યું અને જાણ્યું કે ‘મારું ચિહ્ન તો મળતું નથી, માટે નક્કી આ વસ્ત્ર મારું નથી, બીજાનું છે,’ તેને આવી પ્રતીતિ થતાં ત્યાગ થયો ઘટે છે, વસ્ત્ર પહેરેલું જ છે તોપણ ત્યાગ ઘટે છે, કેમ કે સ્વામિત્વપણું છૂટી ગયું છે; તેવી રીતે અનાદિ કાળથી જીવ મિથ્યાદ્રષ્ટિ છે તેથી કર્મસંયોગજનિત છે જે શરીર, દુઃખસુખ, રાગદ્વેષ આદિ વિભાવપર્યાયો તેમને પોતાનાં જ કરીને જાણે છે અને તે-રૂપે જ પ્રવર્તે છે, હેય- ઉપાદેય જાણતો નથી; આ પ્રમાણે અનંત કાળ ભ્રમણ કરતાં જ્યારે થોડો સંસાર રહે છે અને પરમગુરુનો ઉપદેશ પામે છે — ઉપદેશ એવો છે કે ‘હે જીવ! જેટલાં છે જે શરીર, સુખ-દુઃખ, રાગ-દ્વેષ-મોહ, જેમને તું પોતાનાં કરીને જાણે છે અને એમાં રત થયો છે તે તો સઘળાંય તારાં નથી, અનાદિ કર્મસંયોગની ઉપાધિ છે’ — ત્યારે એવું વારંવાર સાંભળતાં જીવવસ્તુનો વિચાર ઊપજ્યો કે ‘જીવનું લક્ષણ તો શુદ્ધ ચિદ્રૂપ છે, તેથી આ બધી ઉપાધિ તો જીવની નથી, કર્મસંયોગની ઉપાધિ છે’; આવો નિશ્ચય જે કાળે થયો તે જ કાળે સકળ વિભાવભાવોનો ત્યાગ છે; શરીર, સુખ, દુઃખ જેમ હતાં તેમ જ છે, પરિણામોથી ત્યાગ છે, કેમ કે સ્વામિત્વપણું છૂટી ગયું છે. આનું જ નામ અનુભવ છે, આનું જ નામ સમ્યક્ત્વ છે. આ પ્રમાણે દ્રષ્ટાન્તની માફક] — ઊપજી છે દ્રષ્ટિ અર્થાત્ શુદ્ધ ચિદ્રૂપનો અનુભવ જેને એવો જે કોઈ જીવ છે તે (अनवम्) અનાદિ કાળથી ચાલ્યા આવતા (वृत्तिम्) જે કર્મપર્યાય સાથે એકત્વપણાના સંસ્કાર તે-રૂપે (न अवतरति) પરિણમતો નથી. ભાવાર્થ આમ છે — કોઈ જાણશે કે જેટલાં પણ શરીર, સુખ, દુઃખ, રાગ, દ્વેષ, મોહ છે તેમની ત્યાગબુદ્ધિ કંઈક અન્ય છે — કારણરૂપ છે તથા શુદ્ધ ચિદ્રૂપમાત્રનો અનુભવ કંઈક અન્ય છે — કાર્યરૂપ છે. તેના પ્રત્યે ઉત્તર આમ છે કે રાગ, દ્વેષ, મોહ, શરીર, સુખ, દુઃખ આદિ વિભાવપર્યાયરૂપ પરિણમતા જીવના જે કાળે આવા અશુદ્ધ પરિણમનરૂપ સંસ્કાર છૂટી જાય છે તે જ કાળે તેને અનુભવ છે. તેનું વિવરણ — શુદ્ધ ચેતનામાત્રનો આસ્વાદ આવ્યા વિના અશુદ્ધ ભાવરૂપ પરિણામ છૂટતા નથી અને અશુદ્ધ સંસ્કાર છૂટ્યા વિના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતો નથી. તેથી જે કાંઈ છે તે એક જ કાળ, એક જ વસ્તુ, એક જ જ્ઞાન, એક જ સ્વાદ છે. હવે જેને શુદ્ધ અનુભવ થયો છે તે જીવ જેવો છે તેવો જ કહે છે. ૨૯.