કહાનજૈનશાસ્ત્રમાળા ]
चेतये स्वयमहं स्वमिहैकम् ।
शुद्धचिद्घनमहोनिधिरस्मि ।।३०।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘इह अहं एकम् स्वम् स्वयम् चेतये’’ (इह) વિભાવપરિણામો છૂટી ગયા હોવાથી (अहं) અનાદિનિધન ચિદ્રૂપ વસ્તુ એવો હું (एकं) સમસ્ત ભેદબુદ્ધિથી રહિત શુદ્ધ વસ્તુમાત્ર (स्वं) શુદ્ધ ચિદ્રૂપમાત્ર વસ્તુને (स्वयम्) પરોપદેશ વિના જ પોતામાં સ્વસંવેદનપ્રત્યક્ષરૂપ (चेतये) આસ્વાદું છું — (દ્રવ્યદ્રષ્ટિથી) જેવો હું છું એવો હવે (પર્યાયમાં) સ્વાદ આવે છે. કેવી છે શુદ્ધ ચિદ્રૂપવસ્તુ? ‘‘सर्वतः स्वरसनिर्भरभावं’’ (सर्वतः) અસંખ્યાત પ્રદેશોમાં (स्वरस) ચૈતન્યપણાથી (निर्भर) સંપૂર્ણ છે (भावं) સર્વસ્વ જેનું એવી છે. ભાવાર્થ આમ છે — કોઈ જાણશે કે જૈનસિદ્ધાન્તનો વારંવાર અભ્યાસ કરવાથી દ્રઢ પ્રતીતિ થાય છે તેનું નામ અનુભવ છે, પણ એમ નથી; મિથ્યાત્વકર્મનો રસ-પાક મટતાં મિથ્યાત્વભાવરૂપ પરિણમન મટે છે ત્યારે વસ્તુસ્વરૂપનો પ્રત્યક્ષપણે આસ્વાદ આવે છે તેનું નામ અનુભવ છે. વળી અનુભવશીલ જીવ જેવું અનુભવે છે તેવું કહે છે — ‘‘मम कश्चन मोहः नास्ति नास्ति’’ (मम) મારે (कश्चन) દ્રવ્યપિંડરૂપ અથવા જીવસંબંધી ભાવપરિણમનરૂપ (मोहः) જેટલા વિભાવરૂપ અશુદ્ધ પરિણામ તે બધા (नास्ति नास्ति) સર્વથા નથી, નથી. હવે તે જેવો છે તેવો કહે છે — ‘‘शुद्धचिद्घनमहोनिधिरस्मि’’ (शुद्ध) સમસ્ત વિકલ્પોથી રહિત (चित्) ચૈતન્યના (घन) સમૂહરૂપ (महः) ઉદ્યોતનો (निधिः) સમુદ્ર (अस्मि) હું છું. ભાવાર્થ આમ છે — કોઈ જાણશે કે બધાયનું નાસ્તિપણું થાય છે, તેથી એમ કહ્યું કે શુદ્ધ ચિદ્રૂપમાત્ર વસ્તુ પ્રગટ છે. ૩૦.