૩૪
स्वयमयमुपयोगो बिभ्रदात्मानमेकम् ।
कृतपरिणतिरात्माराम एव प्रवृत्तः ।।३१।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘एव अयम् उपयोगः स्वयम् प्रवृत्तः’’ (एव) નિશ્ચયથી જે અનાદિનિધન છે એવું (अयम्) આ જ (उपयोगः) જીવદ્રવ્ય (स्वयम्) જેવું દ્રવ્ય હતું તેવું શુદ્ધપર્યાયરૂપ (प्रवृत्तः) પ્રગટ થયું. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય શક્તિરૂપે તો શુદ્ધ હતું પરન્તુ કર્મસંયોગપણે અશુદ્ધરૂપ પરિણમ્યું હતું; હવે અશુદ્ધપણું જવાથી જેવું હતું તેવું થઈ ગયું. કેવું થતાં શુદ્ધ થયું? ‘‘इति सर्वैः अन्यभावैः सह विवेके सति’’ (इति) પૂર્વોક્ત પ્રકારે (सर्वैः) શુદ્ધ ચિદ્રૂપમાત્રથી ભિન્ન એવાં સમસ્ત (अन्यभावैः सह) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી (विवेके) શુદ્ધ ચૈતન્યનું ભિન્નપણું (सति) થતાં. ભાવાર્થ આમ છે કે જેમ સુવર્ણના પાનાને તપાવતાં કાલિમા જતી રહેવાથી સહજ જ સુવર્ણમાત્ર રહી જાય છે તેમ મોહ- રાગ-દ્વેષરૂપ વિભાવપરિણામમાત્ર જતાં સહજ જ શુદ્ધ ચૈતન્યમાત્ર રહી જાય છે. કેવી થતી થકી જીવવસ્તુ પ્રગટ થાય છે?
નિર્ભેદ-નિર્વિકલ્પ ચિદ્રૂપ વસ્તુ એવો જે (आत्मानम्) આત્મસ્વભાવ તે-રૂપ (बिभ्रत्) પરિણમી છે. વળી કેવો છે આત્મા? ‘‘दर्शनज्ञानवृत्तैः कृतपरिणतिः’’ (दर्शन) શ્રદ્ધા- રુચિ-પ્રતીતિ, (ज्ञान) જાણપણું, (वृत्तैः) શુદ્ધ પરિણતિ – એવાં જે રત્નત્રય તે-રૂપે (कृत) કર્યું છે (परिणतिः) પરિણમન જેણે એવો છે. ભાવાર્થ આમ છે કે મિથ્યાત્વપરિણતિનો ત્યાગ થતાં, શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતાં, સાક્ષાત્ રત્નત્રય ઘટે છે. કેવાં છે દર્શન-જ્ઞાન-ચારિત્ર? ‘‘प्रकटितपरमार्थेः’’ (प्रकटित) પ્રગટ કર્યો છે (परमार्थैः) સકલકર્મક્ષયલક્ષણ મોક્ષ જેમણે એવાં છે. ભાવાર્થ આમ છે કે ‘सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः’ એવું કથન તો સર્વ જૈનસિદ્ધાન્તમાં છે અને તે જ પ્રમાણ છે. વળી કેવો છે શુદ્ધજીવ? ‘‘आत्माराम’’ (आत्म) પોતે જ છે