કહાનજૈનશાસ્ત્રમાળા ]
(आराम) ક્રીડાવન જેનું એવો છે. ભાવાર્થ આમ છે કે ચેતનદ્રવ્ય અશુદ્ધ અવસ્થારૂપે પરની સાથે પરિણમતું હતું તે તો મટ્યું, સાંપ્રત (વર્તમાનકાળે) સ્વરૂપપરિણમનમાત્ર છે. ૩૧.
आलोकमुच्छलति शान्तरसे समस्ताः ।
प्रोन्मग्न एष भगवानवबोधसिन्धुः ।।३२।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘एष भगवान् प्रोन्मग्नः’’ (एष) સદા કાળ પ્રત્યક્ષપણે ચેતનસ્વરૂપ છે એવો (भगवान्) ભગવાન અર્થાત્ જીવદ્રવ્ય (प्रोन्मग्नः) શુદ્ધાંગસ્વરૂપ દેખાડીને પ્રગટ થયો. ભાવાર્થ આમ છે કે આ ગ્રંથનું નામ નાટક અર્થાત્ અખાડો છે. ત્યાં પણ પ્રથમ જ શુદ્ધાંગ નાચે છે તથા અહીં પણ પ્રથમ જ જીવનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થયું. કેવો છે ભગવાન?
જ્ઞાનમાત્રનું (सिन्धुः) પાત્ર છે. અખાડામાં પણ પાત્ર નાચે છે, અહીં પણ જ્ઞાનપાત્ર જીવ છે. હવે જે રીતે પ્રગટ થયો તે કહે છે — ‘‘भरेण विभ्रमतिरस्करिणीं आप्लाव्य’’ (भरेण) મૂળથી ઉખાડીને દૂર કરી. તે કોણ? (विभ्रम) વિપરીત અનુભવ — મિથ્યાત્વરૂપ પરિણામ તે જ છે (तिरस्करिणीं) શુદ્ધસ્વરૂપ-આચ્છાદનશીલ અંતર્જવનિકા (અંદરનો પડદો) તેને (आप्लाव्य) મૂળથી જ દૂર કરીને. ભાવાર્થ આમ છે કે અખાડામાં પ્રથમ જ અંતર્જવનિકા કપડાની હોય છે, તેને દૂર કરીને શુદ્ધાંગ નાચે છે; અહીં પણ અનાદિ કાળથી મિથ્યાત્વપરિણતિ છે, તે છૂટતાં શુદ્ધસ્વરૂપ પરિણમે છે. શુદ્ધસ્વરૂપ પ્રગટ થતાં જે કાંઈ છે તે જ કહે છે — ‘‘अमी समस्ताः लोकाः शान्तरसे समम् एव मज्जन्तु’’ (अमी) જે વિદ્યમાન છે એવા (समस्ताः) બધા (लोकाः) જીવો, (शान्तरसे) જે અતીન્દ્રિયસુખગર્ભિત છે એવો શુદ્ધસ્વરૂપનો અનુભવ તેમાં (समम् एव) એકીવખતે જ (मज्जन्तु) મગ્ન થાઓ — તન્મય થાઓ. ભાવાર્થ આમ છે કે અખાડામાં તો શુદ્ધાંગ દેખાડે છે, ત્યાં જેટલા દેખનારા છે તે બધા એકીસાથે