૩૮
વળી કેવું થતું થકું? ‘‘धीरोदात्तम्’’ (धीर) અડોલ અને (उदात्तम्) બધાથી મોટું એવું થતું થકું. વળી કેવું થતું થકું? ‘‘अनाकुलं’’ ઇન્દ્રિયજનિત સુખદુઃખથી રહિત અતીન્દ્રિય સુખરૂપ બિરાજમાન થતું થકું. આવો જીવ જે રીતે પ્રગટ થયો તે કહે છે — ‘‘आसंसारनिबद्धबन्धनविधिध्वंसात्’’ (आसंसार) અનાદિ કાળથી (निबद्ध) જીવ સાથે મળેલાં ચાલ્યાં આવતાં (बन्धनविधि) જ્ઞાનાવરણકર્મ, દર્શનાવરણકર્મ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર, અન્તરાય એવાં છે જે દ્રવ્યપિંડરૂપ આઠ કર્મ તથા ભાવકર્મરૂપ છે જે રાગ-દ્વેષ-મોહપરિણામ – ઇત્યાદિ છે જે બહુ વિકલ્પો, તેમના (ध्वंसात्) વિનાશથી જીવસ્વરૂપ જેવું કહ્યું છે તેવું છે. ભાવાર્થ આમ છે કે જેવી રીતે જળ અને કાદવ જે કાળે એકત્ર મળેલાં છે તે જ કાળે જો સ્વરૂપનો અનુભવ કરવામાં આવે તો કાદવ જળથી ભિન્ન છે, જળ પોતાના સ્વરૂપે છે, તેવી રીતે સંસાર-અવસ્થામાં જીવ-કર્મ બંધપર્યાયરૂપે એક ક્ષેત્રે મળેલાં છે તે જ અવસ્થામાં જો શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવામાં આવે તો સમસ્ત કર્મ જીવસ્વરૂપથી ભિન્ન છે, જીવદ્રવ્ય સ્વચ્છસ્વરૂપે જેવું કહ્યું તેવું છે. આવી બુદ્ધિ જે રીતે ઊપજી તે કહે છે — ‘‘यत्पार्षदान् प्रत्याययत्’’
ગણધર-મુનીશ્વરોને (प्रत्याययत्) પ્રતીતિ ઉપજાવીને. ક્યા કારણથી પ્રતીતિ ઊપજી તે જ કહે છે — ‘‘जीवाजीवविवेकपुष्कलद्रशा’’ (जीव) ચેતન્યદ્રવ્ય અને (अजीव) જડ — કર્મ- નોકર્મ-ભાવકર્મ તેમના (विवेक) ભિન્નભિન્નપણારૂપ (पुष्क ल) વિસ્તીર્ણ (द्रशा) જ્ઞાનદ્રષ્ટિથી. જીવ અને કર્મનો ભિન્નભિન્ન અનુભવ કરતાં જીવ જેવો કહ્યો છે તેવો છે. ૧ – ૩૩.
स्वयमपि निभृतः सन् पश्य षण्मासमेकम् ।
ननु किमनुपलब्धिर्भाति किं चोपलब्धिः ।।२-३४।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘विरम अपरेण अकार्यकोलाहलेन कि म्’’ (विरम) હે જીવ! વિરક્ત થા, હઠ ન કર, (अपरेण) મિથ્યાત્વરૂપ છે અને (अकार्य) કર્મબંધને