Samaysar Kalash Tika (Gujarati). Ajiv Adhikar Shlok: 33.

< Previous Page   Next Page >


Page 37 of 269
PDF/HTML Page 59 of 291

 

૩૭
અજીવ અધિકાર
(શાર્દૂલવિક્રીડિત)
जीवाजीवविवेकपुष्कलद्रशा प्रत्याययत्पार्षदा-
नासंसारनिबद्धबन्धनविधिध्वंसाद्विशुद्धं स्फु टत्
आत्माराममनन्तधाम महसाध्यक्षेण नित्योदितं
धीरोदात्तमनाकुलं विलसति ज्ञानं मनो ह्लादयत्
।।१-३३।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘ज्ञानं विलसति’’ (ज्ञानं) જ્ઞાન અર્થાત્ જીવદ્રવ્ય (विलसति) જેવું છે તેવું પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે અહીં સુધી વિધિરૂપે શુદ્ધાંગતત્ત્વરૂપ જીવનું નિરૂપણ કર્યું, હવે તે જ જીવનું પ્રતિષેધરૂપે નિરૂપણ કરે છે. તેનું વિવરણશુદ્ધ જીવ છે, ટંકોત્કીર્ણ છે, ચિદ્રૂપ છે એમ કહેવું તે વિધિ કહેવાય છે; જીવનું સ્વરૂપ ગુણસ્થાન નથી, કર્મ-નોકર્મ જીવનાં નથી, ભાવકર્મ જીવનું નથી એમ કહેવું તે પ્રતિષેધ કહેવાય છે. કેવું થતું થકું જ્ઞાન પ્રગટ થાય છે? ‘‘मनो ह्लादयत्’’ (मनः) અન્તઃકરણેન્દ્રિયને (ह्लादयत्) આનન્દરૂપ કરતું થકું. વળી કેવું થતું થકું? ‘‘विशुद्धं’’ આઠ કર્મોથી રહિતપણે સ્વરૂપરૂપે પરિણમ્યું થકું. વળી કેવું થતું થકું? ‘‘स्फु टत्’’ સ્વસંવેદનપ્રત્યક્ષ થતું થકું. વળી કેવું થતું થકું? ‘‘आत्मारामम्’’ (आत्म) સ્વસ્વરૂપ જ છે (आरामम्) ક્રીડાવન જેનું એવું થતું થકું. વળી કેવું થતું થકું? ‘‘अनन्तधाम’’ (अनन्त) મર્યાદાથી રહિત છે (धाम) તેજઃપુંજ જેનો એવું થતું થકું. વળી કેવું થતું થકું? ‘‘अध्यक्षेण महसा नित्योदितं’’ (अध्यक्षेण) નિરાવરણ પ્રત્યક્ષ (महसा) ચૈતન્યશક્તિ વડે (नित्योदितं) ત્રિકાળ શાશ્વત છે પ્રતાપ જેનો એવું થતું થકું.