૪૨
દ્રવ્યથી નીપજ્યો છે તે જ દ્રવ્ય છે, (कथञ्चन न अन्यत्) નિશ્ચયથી અન્ય દ્રવ્યરૂપ નથી થયો. તે જ દ્રષ્ટાંત દ્વારા કહે છે — ‘‘इह रुक्मेण असिकोशं निर्वृत्तम्’’ (इह) પ્રત્યક્ષ છે કે (रुक्मेण) ચાંદીધાતુથી (असिकोशं) તલવારનું મ્યાન (निर्वृत्तम्) ઘડીને મોજૂદ કર્યું ત્યાં ‘‘रुक्मं पश्यन्ति, कथञ्चन न असिम्’’ (रुक्मं) જે મ્યાન મોજૂદ થયું તે વસ્તુ તો ચાંદી જ છે (पश्यन्ति) એમ પ્રત્યક્ષપણે સર્વ લોક દેખે છે અને માને છે; (कथञ्चन) ‘ચાંદીની તલવાર’ એમ કથનમાં તો કહેવાય છે તથાપિ (न असिम्) ચાંદીની તલવાર નથી. ભાવાર્થ આમ છે કે ચાંદીના મ્યાનમાં તલવાર રહે છે તે કારણે ‘ચાંદીની તલવાર’ એમ કહેવામાં આવે છે તોપણ ચાંદીનું મ્યાન છે, તલવાર લોઢાની છે, ચાંદીની તલવાર નથી. ૬-૩૮.
निर्माणमेकस्य हि पुद्गलस्य ।
यतः स विज्ञानघनस्ततोऽन्यः ।।७-३९।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘हि इदं वर्णादिसामग्य्राम् एकस्य पुद्गलस्य निर्माणम् विदन्तु’’ (हि) નિશ્ચયથી (इदं) વિદ્યમાન (वर्णादिसामग्य्राम्) ગુણસ્થાન, માર્ગણાસ્થાન, દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ ઇત્યાદિ જેટલા અશુદ્ધ પર્યાયો છે તે બધાય (एकस्य पुद्गलस्य) એકલા પુદ્ગલદ્રવ્યનું (निर्माणम्) કાર્ય છે અર્થાત્ પુદ્ગલદ્રવ્યના ચિતરામણ જેવા છે એમ (विदन्तु) હે જીવો! નિઃસંદેહપણે જાણો. ‘‘तत्ः इदं पुद्गलः एव अस्तु, न आत्मा’’ (ततः) તે કારણથી (इदं) શરીરાદિ સામગ્રી (पुद्गलः) જે પુદ્ગલદ્રવ્યથી થઈ છે તે જ પુદ્ગલદ્રવ્ય છે, (एव) નિશ્ચયથી (अस्तु) તે જ છે; (न आत्मा) આત્મા અજીવદ્રવ્યરૂપ થયો નથી. ‘‘यतः सः विज्ञानघनः’’ (यतः) જેથી (सः) જીવદ્રવ્ય (विज्ञानघनः) જ્ઞાનગુણનો સમૂહ છે, ‘‘ततः अन्यः’’ (ततः) તેથી (अन्यः) જીવદ્રવ્ય ભિન્ન છે, શરીરાદિ પરદ્રવ્ય ભિન્ન છે. ભાવાર્થ આમ છે કે લક્ષણભેદે વસ્તુનો ભેદ હોય છે, તેથી ચૈતન્યલક્ષણે જીવવસ્તુ ભિન્ન છે,