કહાનજૈનશાસ્ત્રમાળા ]
અચેતનલક્ષણે શરીરાદિ ભિન્ન છે. અહીં કોઈ આશંકા કરે છે કે કહેવામાં તો એમ જ કહેવાય છે કે ‘એકેન્દ્રિય જીવ, બે-ઇન્દ્રિય જીવ’ ઇત્યાદિ; દેવ જીવ, મનુષ્ય જીવ’ ઇત્યાદિ; ‘રાગી જીવ, દ્વેષી જીવ’ ઇત્યાદિ. ઉત્તર આમ છે કે કહેવામાં તો વ્યવહારથી એમ જ કહેવાય છે, નિશ્ચયથી એવું કહેવું જૂઠું છે. તે (હવે) કહે છે. ૭-૩૯.
ખંડાન્વય સહિત અર્થઃ — દ્રષ્ટાંત કહે છે — ‘‘चेत् कुम्भः घृतमयः न’’ (चेत्) જો એમ છે કે (कुम्भः) ઘડો (घृतमयः न) ઘીનો તો નથી, માટીનો છે, ‘‘घृतकुम्भामिधाने अपि’’ (घृतकुम्भ) ‘ઘીનો ઘડો’ (अभिधाने अपि) એમ કહેવાય છે તથાપિ ઘડો માટીનો છે, [ભાવાર્થ આમ છે — જે ઘડામાં ઘી રાખવામાં આવે છે તે ઘડાને જોકે ‘ઘીનો ઘડો’ એમ કહેવાય છે તોપણ ઘડો માટીનો છે, ઘી ભિન્ન છે,] તો તેવી રીતે ‘‘वर्णादिमज्जीवः जल्पने अपि जीवः तन्मयः न’’ (वर्णादिमज्जीवः जल्पने अपि) જોકે ‘શરીર-સુખ-દુઃખ-રાગ- દ્વેષસંયુક્ત જીવ’ એમ કહેવાય છે તોપણ (जीवः तन्मयः न) ચેતનદ્રવ્ય એવો જીવ તો શરીર નથી, જીવ તો મનુષ્ય નથી; જીવ ચેતનસ્વરૂપ ભિન્ન છે. ભાવાર્થ આમ છે કે આગમમાં ગુણસ્થાનોનું સ્વરૂપ કહ્યું છે ત્યાં ‘દેવ જીવ, મનુષ્ય જીવ, રાગી જીવ, દ્વેષી જીવ’ ઇત્યાદિ ઘણા પ્રકારે કહ્યું છે, પણ તે સઘળુંય કહેવું વ્યવહારમાત્રથી છે; દ્રવ્યસ્વરૂપ જોતાં એવું કહેવું જૂઠું છે. કોઈ પ્રશ્ન કરે છે કે જીવ કેવો છે? ઉત્તર – જેવો છે તેવો હવે કહે છે. ૮ – ૪૦.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘तु जीवः चैतन्यम् स्वयं उच्चैः चकचकायते’’ (तु) દ્રવ્યનું સ્વરૂપ વિચારતાં (जीवः) આત્મા (चैतन्यम्) ચૈતન્યસ્વરૂપ છે, (स्वयं) પોતાના