Samaysar Kalash Tika (Gujarati). Shlok: 42.

< Previous Page   Next Page >


Page 44 of 269
PDF/HTML Page 66 of 291

 

૪૪

સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-

સામર્થ્યથી (उच्चैः) અતિશયપણે (चकचकायते) ઘણો જ પ્રકાશે છે. કેવું છે ચૈતન્ય? ‘‘अनाद्यनन्तम्’’ (अनादि) જેનો આદિ નથી, (अनन्तम्) જેનો અંતવિનાશ નથી, એવું છે. વળી કેવું છે ચૈતન્ય? ‘‘अचलं’’ જેને ચળતાપ્રદેશકંપ નથી એવું છે. વળી કેવું છે? ‘‘स्वसंवेद्यं’’ પોતાથી જ પોતે જણાય છે. વળી કેવું છે? ‘‘अबाधितम्’’ અમીટ (મટે નહિ એવું) છે. જીવનું સ્વરૂપ આવું છે. ૯૪૧.

(શાર્દૂલવિક્રીડિત)
वर्णाद्यैः सहितस्तथा विरहितो द्वेधास्त्यजीवो यतो
नामूर्तत्वमुपास्य पश्यति जगज्जीवस्य तत्त्वं ततः
इत्यालोच्य विवेचकैः समुचितं नाव्याप्यतिव्यापि वा
व्यक्तं व्यञ्जितजीवतत्त्वमचलं चैतन्यमालम्ब्यताम्
।।१०-४२।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘विवेचकैः इति आलोच्य चैतन्यम् आलम्ब्यताम्’’ (विवेचकैः) જેમને ભેદજ્ઞાન છે એવા પુરુષો (इति) જે પ્રકારે કહેવાશે તે પ્રકારે (आलोच्य) વિચારીને (चैतन्यम्) ચૈતન્યનોચેતનમાત્રનો (आलम्ब्यताम्) અનુભવ કરો. કેવું છે ચૈતન્ય? ‘‘समुचितं’’ અનુભવ કરવાયોગ્ય છે. વળી કેવું છે? ‘‘अव्यापि न’’ જીવદ્રવ્યથી ક્યારેય ભિન્ન હોતું નથી, (अतिव्यापि वा) જીવથી અન્ય છે જે પાંચ દ્રવ્યો તેમનાથી અન્ય છે. વળી કેવું છે? ‘‘व्यक्तं’’ પ્રગટ છે. વળી કેવું છે? ‘‘व्यज्जितजीवतत्त्वम्’’ (व्यज्जित) પ્રગટ કર્યું છે (जीवतत्त्वम्) જીવનું સ્વરૂપ જેણે, એવું છે. વળી કેવું છે? ‘‘अचलं’’ પ્રદેશકંપથી રહિત છે. ‘‘ततः जगत् जीवस्य तत्त्वं अमूर्तत्वं उपास्य न पश्यति’’ (ततः) તે કારણથી (जगत्) સર્વ જીવરાશિ (जीवस्य तत्त्वं) જીવના નિજ સ્વરૂપને (अमूर्तत्वम्) સ્પર્શ, રસ, ગંધ, વર્ણગુણથી રહિતપણું (उपास्य) માનીને (न पश्यति) અનુભવતો નથી; [ભાવાર્થ આમ છેકોઈ જાણશે કે ‘જીવ અમૂર્ત’ એમ જાણીને અનુભવ કરવામાં આવે છે પણ એ રીતે તો અનુભવ નથી. જીવ અમૂર્ત તો છે પરંતુ અનુભવકાળમાં એમ અનુભવે છે કે ‘જીવ ચૈતન્યલક્ષણ;’] ‘‘यतः अजीवः द्वेधा अस्ति’’ (यतः) કારણ કે (अजीवः) અચેતનદ્રવ્ય (द्वेधा अस्ति) બે પ્રકારનાં છે. તે બે પ્રકાર કયા છે? ‘‘वर्णाद्यैः सहितः तथा विरहितः’’ (वर्णाद्यैः) વર્ણ,