કહાનજૈનશાસ્ત્રમાળા ]
રસ, ગંધ અને સ્પર્શથી (सहितः) સંયુક્ત છે, કેમ કે એક પુદ્ગલદ્રવ્ય એવું પણ છે; (तथा विरहितः) તથા વર્ણ, રસ, ગંધ અને સ્પર્શથી રહિત પણ છે, કેમ કે ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, કાળદ્રવ્ય અને આકાશદ્રવ્ય એ ચાર દ્રવ્યો બીજાં પણ છે, તે અમૂર્તદ્રવ્યો કહેવાય છે. તે અમૂર્તપણું અચેતનદ્રવ્યોને પણ છે; તેથી અમૂર્તપણું જાણીને જીવનો અનુભવ નથી કરાતો, ચેતન જાણીને જીવનો અનુભવ કરાય છે. ૧૦ – ૪૨.
ज्ञानी जनोऽनुभवति स्वयमुल्लसन्तम् ।
मोहस्तु तत्कथमहो बत नानटीति ।।११-४३।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘ज्ञानी जनः लक्षणतः जीवात् अजीवम् विभिन्नं इति स्वयं अनुभवति’’ (ज्ञानी जनः) સમ્યગ્દ્રષ્ટિ જીવ, (लक्षणतः) જીવનું લક્ષણ ચેતના તથા અજીવનું લક્ષણ જડ એવો મોટો ભેદ છે તેથી (जीवात्) જીવદ્રવ્યથી (अजीवम्) અજીવદ્રવ્ય – પુદ્ગલ આદિ (विभिन्नं) સહજ જ ભિન્ન છે, (इति) આ પ્રકારે (स्वयं) સ્વાનુભવપ્રત્યક્ષપણે (अनुभवति) આસ્વાદ કરે છે. કેવું છે અજીવદ્રવ્ય? ‘‘उल्लसन्तम्’’ પોતાના ગુણ-પર્યાયથી પ્રકાશમાન છે. ‘‘तत् तु अज्ञानिनः अयं मोहः कथम् अहो नानटीति बत’’ (तत् तु) આમ છે તો પછી (अज्ञानिनः) મિથ્યાદ્રષ્ટિ જીવને (अयं) જે પ્રગટ છે એવો (मोहः) જીવ-કર્મના એકત્વરૂપ વિપરીત સંસ્કાર (कथम् नानटीति) કેમ પ્રવર્તી રહ્યો છે (बत अहो) એ આશ્ચર્ય છે! ભાવાર્થ આમ છે કે સહજ જ જીવ- અજીવ ભિન્ન છે એવું અનુભવતાં તો બરાબર છે, સત્ય છે; મિથ્યાદ્રષ્ટિ જે એક કરીને અનુભવે છે તે આવો અનુભવ કઈ રીતે આવે છે એ મોટો અચંબો છે. કેવો છે મોહ? ‘‘निरवधिप्रविजृम्भितः’’ (निरवधि) અનાદિ કાળથી (प्रविजृम्भितः) સંતાનરૂપે પ્રસરી રહ્યો છે. ૧૧ – ૪૩.