૪૬
वर्णादिमान्नटति पुद्गल एव नान्यः ।
चैतन्यधातुमयमूर्तिरयं च जीवः ।।१२-४४।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अस्मिन् अविवेकनाटये पुद्गलः एव नटति’’ (अस्मिन्) અનંત કાળથી વિદ્યમાન છે એવો જે (अविवेक) જીવ-અજીવની એકત્વબુદ્ધિરૂપ મિથ્યા સંસ્કાર તે-રૂપ છે (नाटये) ધારાસંતાનરૂપ વારંવાર વિભાવપરિણામ, તેમાં (पुद्गलः) પુદ્ગલ અર્થાત્ અચેતન મૂર્તિમાન દ્રવ્ય (एव) નિશ્ચયથી (नटति) અનાદિ કાળથી નાચે છે, ‘‘न अन्यः’’ ચેતનદ્રવ્ય નાચતું નથી. ભાવાર્થ આમ છે કે — ચેતનદ્રવ્ય અને અચેતનદ્રવ્ય અનાદિ છે, પોતપોતાના સ્વરૂપે છે, પરસ્પર ભિન્ન છે. આવો અનુભવ પ્રગટપણે સુગમ છે; જેને એકત્વસંસ્કારરૂપ અનુભવ છે તે અચંબો છે. એવું કેમ અનુભવે છે? કેમ કે એક ચેતનદ્રવ્ય, એક અચેતનદ્રવ્ય — એ રીતે અંતર તો ઘણું. અથવા અચંબો પણ નથી, કેમ કે અશુદ્ધપણાના કારણે બુદ્ધિને ભ્રમ થાય છે. જેવી રીતે ધતૂરો પીતાં દ્રષ્ટિ વિચલિત થાય છે, શ્વેત શંખને પીળો દેખે છે, પણ વસ્તુ વિચારતાં આવી દ્રષ્ટિ સહજની તો નથી, દ્રષ્ટિદોષ છે, દ્રષ્ટિદોષને ધતૂરો ઉપાધિ પણ છે; તેવી રીતે જીવદ્રવ્ય અનાદિથી કર્મસંયોગરૂપે મળેલું જ ચાલ્યું આવે છે, મળેલું હોવાથી વિભાવરૂપ અશુદ્ધપણે પરિણમી રહ્યું છે, અશુદ્ધપણાના કારણે જ્ઞાનદ્રષ્ટિ અશુદ્ધ છે, તે અશુદ્ધ દ્રષ્ટિ વડે ચેતનદ્રવ્યને પુદ્ગલકર્મની સાથે એકત્વસંસ્કારરૂપ અનુભવે છે — આવો સંસ્કાર તો વિદ્યમાન છે, પણ વસ્તુસ્વરૂપ વિચારતાં આવી અશુદ્ધ દ્રષ્ટિ સહજની તો નથી, અશુદ્ધ છે, દ્રષ્ટિદોષ છે અને દ્રષ્ટિદોષને પુદ્ગલપિંડરૂપ મિથ્યાત્વકર્મનો ઉદય ઉપાધિ પણ છે. હવે જેવી રીતે દ્રષ્ટિદોષથી શ્વેત શંખને પીળો અનુભવે છે તો પછી દ્રષ્ટિમાં દોષ છે, શંખ તો શ્વેત જ છે, પીળો દેખતાં શંખ તો પીળો થયો નથી; તેવી રીતે મિથ્યા દ્રષ્ટિથી ચેતનવસ્તુ અને અચેતનવસ્તુને એક કરીને