કહાનજૈનશાસ્ત્રમાળા ]
અનુભવે છે તો પછી દ્રષ્ટિનો દોષ છે, વસ્તુ જેવી ભિન્ન છે. તેવી જ છે, એક કરીને અનુભવતાં એક થતી નથી, કેમ કે ઘણું અંતર છે. કેવું છે અવિવેકનાટ્ય (અર્થાત્ જીવ-અજીવની એકત્વબુદ્ધિરૂપ વિભાવપરિણામ)? ‘‘अनादिनि’’ અનાદિથી એકત્વ-સંસ્કારબુદ્ધિ ચાલી આવી છે – એવું છે. વળી કેવું છે અવિવેકનાટ્ય? ‘‘महति’’ જેમાં થોડુંક વિપરીતપણું નથી, ઘણું વિપરીતપણું છે. કેવું છે પુદ્ગલ? ‘‘वर्णादिमान्’’ સ્પર્શ, રસ, ગંધ, વર્ણગુણથી સંયુક્ત છે. ‘‘च अयं जीवः रागादि- पुद्गलविकारविरुद्धशुद्धचैतन्यधातुमयमूर्तिः’’ (च अयं जीवः) અને આ જીવવસ્તુ આવી છેઃ (रागादि) રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ એવા અસંખ્યાત લોકમાત્ર અશુદ્ધરૂપ જીવના પરિણામ — (पुद्गलविकार) અનાદિ બંધપર્યાયથી વિભાવપરિણામ — તેમનાથી (विरुद्ध) રહિત છે એવી, (शुद्ध) નિર્વિકાર છે એવી (चैतन्यधातु) શુદ્ધ ચિદ્રૂપ વસ્તુ (मय) તે-રૂપ છે (मूर्तिः) સર્વસ્વ જેનું એવી છે. ભાવાર્થ આ પ્રમાણે છે કે જેમ પાણી કાદવ મળતાં મેલું છે, ત્યાં તે મેલાપણું રંગ છે, તે રંગને અંગીકાર નહિ કરતાં બાકી જે કાંઈ છે તે પાણી જ છે; તેમ જીવને કર્મબંધપર્યાયરૂપ અવસ્થામાં રાગાદિ ભાવ રંગ છે, તે રંગને અંગીકાર નહિ કરતાં બાકી જે કાંઈ છે તે ચેતનધાતુમાત્ર વસ્તુ છે. આનું નામ શુદ્ધસ્વરૂપ-અનુભવ જાણવું, કે જે સમ્યગ્દ્રષ્ટિને હોય છે. ૧૨ – ૪૪.
जीवाजीवौ स्फु टविघटनं नैव यावत्प्रयातः ।
ज्ञातृद्रव्यं स्वयमतिरसात्तावदुच्चैश्चकाशे ।।१३-४५।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘ज्ञातृद्रव्यं तावत् स्वयं अतिरसात् उच्चैः चकाशे’’ (ज्ञातृद्रव्यं) ચેતનવસ્તુ (तावत्) વર્તમાન કાળે (स्वयं) પોતાની મેળે (अतिरसात्) અત્યંત પોતાના સ્વાદ સહિત (उच्चैः) સર્વ પ્રકારે (चकाशे) પ્રગટ થઇ. શું કરીને? ‘‘विश्वं व्याप्य’’ (विश्वं) સમસ્તજ્ઞેયોને (व्याप्य) પ્રત્યક્ષપણે પ્રતિબિંબિત કરીને અર્થાત્ જાણીને.