૪૮
ત્રણ લોકને કોના વડે જાણે છે? ‘‘प्रसभविकसद्व्यक्तचिन्मात्रशक्त्या’’ (प्रसभ) બલાત્કારથી (विकसत्) પ્રકાશમાન છે (व्यक्त) પ્રગટપણે એવો છે જે (चिन्मात्रशक्त्या) જ્ઞાનગુણસ્વભાવ તેના વડે જાણ્યા છે ત્રણ લોક જેણે એવી છે. વળી શું કરીને? ‘‘इत्थं ज्ञानक्रकचकलनात् पाटनं नाटयित्वा’’ (इत्थं) પૂર્વોક્ત વિધિથી (ज्ञान) ભેદ- બુદ્ધિરૂપી (क्रकच) કરવતના (कलनात्) વારંવાર અભ્યાસથી (पाटनं) જીવ-અજીવની ભિન્નરૂપ બે ફાડ (વિભાગ) (नाटयित्वा) કરીને. કોઈ પ્રશ્ન કરે છે કે જીવ-અજીવની બે ફાડ તો જ્ઞાનરૂપી કરવત વડે કરી, તે પહેલાં તેઓ કેવા રૂપે હતાં? ઉત્તર — ‘‘यावत् जीवाजीवौ स्फु टविघटनं न एव प्रयातः’’ (यावत्) અનંત કાળથી માંડીને (जीवाजीवौ) જીવ અને કર્મનો એકપિંડરૂપ પર્યાય (स्फु टविघटनं) પ્રગટપણે ભિન્નભિન્ન (न एव प्रयातः) થયો નહોતો. ભાવાર્થ આમ છે કે જેવી રીતે સુવર્ણ અને પાષાણ મળેલાં ચાલ્યાં આવે છે, અને ભિન્નભિન્નરૂપ છે તોપણ અગ્નિના સંયોગ વિના પ્રગટપણે ભિન્ન થતાં નથી, અગ્નિનો સંયોગ જ્યારે પામે ત્યારે જ તત્કાળ ભિન્નભિન્ન થાય છે; તેવી રીતે જીવ અને કર્મનો સંયોગ અનાદિથી ચાલ્યો આવે છે, અને જીવ-કર્મ ભિન્નભિન્ન છે તોપણ શુદ્ધસ્વરૂપ-અનુભવ વિના પ્રગટપણે ભિન્નભિન્ન થતાં નથી; જે કાળે શુદ્ધસ્વરૂપ-અનુભવ થાય છે તે કાળે ભિન્નભિન્ન થાય છે. ૧૩ – ૪૫.