इत्यज्ञानां शमयदभितः कर्तृकर्मप्रवृत्तिम् ।
साक्षात्कुर्वन्निरुपधि पृथग्द्रव्यनिर्भासि विश्वम् ।।१-४६।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘ज्ञानज्योतिः स्फु रति’’ (ज्ञानज्योतिः) શુદ્ધ જ્ઞાનપ્રકાશ (स्फु रति) પ્રગટ થાય છે. કેવો છે? ‘‘परमोदात्तम्’’ સર્વોત્કૃષ્ટ છે. વળી કેવો છે? ‘‘अत्यन्तधीरं’’ ત્રિકાળ શાશ્વત છે. વળી કેવો છે? ‘‘विश्वं साक्षात् कुर्वत्’’ (विश्वं) સકળ જ્ઞેયવસ્તુને (साक्षात् कुर्वत्) એક સમયમાં પ્રત્યક્ષપણે જાણે છે. વળી કેવો છે? ‘‘निरुपधि’’ સમસ્ત ઉપાધિથી રહિત છે. વળી કેવો છે? ‘‘पृथग्द्रव्यनिर्भासि’’ (पृथक्) ભિન્ન-ભિન્નપણે (द्रव्यनिर्भासि) સકળ દ્રવ્ય-ગુણ-પર્યાયનો જાણનશીલ છે. શું કરતો થકો પ્રગટ થાય છે? ‘‘इति अज्ञानां कर्तृकर्मप्रवृत्तिं अभितः शमयत्’’ (इति) ઉક્ત પ્રકારે (अज्ञानां) જે મિથ્યાદ્રષ્ટિ જીવો છે તેમની (कर्तृकर्मप्रवृत्तिं) કર્તૃકર્મપ્રવૃત્તિને અર્થાત્ ‘જીવવસ્તુ પુદ્ગલકર્મની કર્તા છે’ એવી પ્રતીતિને (अभितः) સંપૂર્ણપણે (शमयत्) દૂર કરતો થકો. તે કર્તૃકર્મ-પ્રવૃત્તિ કેવી છે? ‘‘एकः अहम् चित् कर्ता इह अमी कोपादयः मे कर्म’’ (एकः) એકલો (अहम्) હું જીવદ્રવ્ય (चित्) ચેતનસ્વરૂપ (कर्ता) પુદ્ગલકર્મને કરું છું, (इह) એમ હોતાં (अमी कोपादयः) વિદ્યમાનરૂપ છે જે જ્ઞાનાવરણાદિક પિંડ તે (मे) મારું (कर्म) કૃત્ય છે; — આવું છે મિથ્યાદ્રષ્ટિનું