૫૦
વિપરીતપણું, તેને દૂર કરતું થકું જ્ઞાન પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે અહીંથી કર્તૃકર્મ-અધિકારનો પ્રારંભ થાય છે. ૧ – ૪૬.
निदमुदितमखण्डं ज्ञानमुच्चण्डमुच्चैः ।
रिह भवति कथं वा पौद्गलः कर्मबन्धः ।।२-४७।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘इदम् ज्ञानम् उदितम्’’ (इदम्) વિદ્યમાન છે એવી (ज्ञानम्) ચિદ્રૂપશક્તિ (उदितम्) પ્રગટ થઈ. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય જ્ઞાનશક્તિરૂપે તો વિદ્યમાન જ છે, પરંતુ કાળલબ્ધિ પામીને પોતાના સ્વરૂપનું અનુભવશીલ થયું. કેવું થતું થકું જ્ઞાન (ચિદ્રૂપશક્તિ) પ્રગટ થયું? ‘‘परपरिणतिम् उज्झत्’’ (परपरिणतिम्) જીવ-કર્મની એકત્વબુદ્ધિને (उज्झत्) છોડતું થકું. વળી શું કરતું થકું? ‘‘भेदवादान् खण्डयत्’’ (भेदवादान्) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય અથવા દ્રવ્ય-ગુણ-પર્યાય અથવા ‘આત્માને જ્ઞાનગુણ વડે અનુભવે છે,’ — ઇત્યાદિ અનેક વિકલ્પોને (खण्डयत्) મૂળથી ઉખાડતું થકું. વળી કેવું છે? ‘‘अखण्डं’’ પૂર્ણ છે. વળી કેવું છે? ‘‘उच्चैः उच्चण्डम्’’ (उच्चैः) અતિશયરૂપ (उच्चण्डम्) પ્રચંડ છે અર્થાત્ કોઈ વર્જનશીલ નથી. ‘‘ननु इह कर्तृकर्मप्रवृत्तेः कथम् अवकाशः’’ (ननु) અહો શિષ્ય! (इह) અહીં શુદ્ધજ્ઞાન પ્રગટ થતાં (कर्तृकर्मप्रवृत्तेः) ‘જીવ કર્તા અને જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડ કર્મ’ એવો વિપરીતપણે બુદ્ધિનો વ્યવહાર તેનો (कथम् अवकाशः) અવસર કેવો? ભાવાર્થ આમ છે કે જેમ સૂર્યનો પ્રકાશ થતાં અંધકારનો અવસર નથી તેમ શુદ્ધસ્વરૂપ-અનુભવ થતાં વિપરીતરૂપ મિથ્યાત્વબુદ્ધિનો પ્રવેશ નથી. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે શુદ્ધજ્ઞાનનો અનુભવ થતાં માત્ર વિપરીત બુદ્ધિ મટે છે કે કર્મબંધ મટે છે? ઉત્તર આમ છે કે વિપરીત બુદ્ધિ મટે છે, કર્મબંધ પણ મટે છે.
(पौद्गलः) પુદ્ગલસંબંધી છે જે દ્રવ્યપિંડરૂપ (कर्मबन्धः) જ્ઞાનાવરણાદિ કર્મોનું