Samaysar Kalash Tika (Gujarati). Shlok: 48.

< Previous Page   Next Page >


Page 51 of 269
PDF/HTML Page 73 of 291

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

કર્તાકર્મ અધિકાર
૫૧

આગમન (वा कथं भवति) તે પણ કેમ થઈ શકે? ૨-૪૭.

(શાર્દૂલવિક્રીડિત)
इत्येवं विरचय्य सम्प्रति परद्रव्यान्निवृत्तिं परां
स्वं विज्ञानघनस्वभावमभयादास्तिघ्नुवानः परम्
अज्ञानोत्थितकर्तृकर्मकलनात् क्लेशान्निवृत्तः स्वयं
ज्ञानीभूत इतश्चकास्ति जगतः साक्षी पुराणः पुमान्
।।३-४८।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘पुमान् स्वयं ज्ञानीभूतः इतः जगतः साक्षी चकास्ति’’ (पुमान्) જીવદ્રવ્ય (स्वयं ज्ञानीभूतः) પોતાની મેળે પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવનમાં સમર્થ થયું થકું, (इतः) અહીંથી શરૂ કરીને, (जगतः साक्षी) સકળ દ્રવ્યસ્વરૂપનું જાણનશીલ થઈને (चकास्ति) શોભે છે. ભાવાર્થ આમ છે કે જ્યારે જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે સકળ પરદ્રવ્યરૂપ દ્રવ્યકર્મ-ભાવકર્મ- નોકર્મ વિષે ઉદાસીનપણું થાય છે. કેવું છે જીવદ્રવ્ય? ‘‘पुराणः’’ દ્રવ્યની અપેક્ષાએ અનાદિનિધન છે. વળી કેવું છે? ‘‘क्लेशात् निवृत्तः’’ (क्लेशात्) ક્લેશથી અર્થાત્ દુઃખથી (निवृत्तः) રહિત છે. કેવો છે ક્લેશ? ‘‘अज्ञानोत्थितकर्तृकर्मकलनात्’’ (अज्ञान) જીવ-કર્મના એકસંસ્કારરૂપ જૂઠા અનુભવથી (उत्थित) નીપજી છે (कर्तृकर्मकलनात्) ‘જીવ કર્તા અને જીવનું કૃત્ય જ્ઞાનાવરણાદિ દ્રવ્યપિંડ’ એવી વિપરીત પ્રતીતિ જેને, એવો છે. વળી કેવી છે જીવવસ્તુ? ‘‘इति एवं सम्प्रति परद्रव्यात् परां निवृत्तिं विरचय्य स्वं आस्तिघ्नुवानः’’ (इति) આટલા (एवं) પૂર્વોક્ત પ્રકારે (सम्प्रति) વિદ્યમાન (परद्रव्यात्) પરવસ્તુ જે દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ તેનાથી (निवृत्तिं) સર્વથા ત્યાગબુદ્ધિ (परां) મૂળથી (विरचय्य) કરીને (स्वं) ‘સ્વ’ને અર્થાત્ શુદ્ધ ચિદ્રૂપને (आस्तिघ्नुवानः) આસ્વાદતી થકી. કેવો છે ‘સ્વ’? ‘‘विज्ञानघनस्वभावम्’’ (विज्ञानघन) શુદ્ધ જ્ઞાનનો સમૂહ છે (स्वभावम्) સર્વસ્વ જેનું એવો છે. વળી કેવો છે ‘સ્વ’? ‘‘परम्’’ સદા શુદ્ધસ્વરૂપ છે. ‘‘अभयात्’’ (જીવવસ્તુ શુદ્ધ ચિદ્રૂપને) સાત ભયથી રહિતપણે આસ્વાદે છે. ૩૪૮.