૫૨
व्याप्यव्यापकभावसम्भवमृते का कर्तृकर्मस्थितिः ।
ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान् ।।४-४९।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘तदा स एष पुमान् कर्तृत्वशून्यः लसितः’’ (तदा) તે કાળે (स एष पुमान्) જે જીવ અનાદિ કાળથી મિથ્યાત્વરૂપ પરિણમ્યો હતો તે જ જીવ (कर्तृत्वशून्यः लसितः) કર્મ કરવાથી રહિત થયો. કેવો છે જીવ? ‘‘ज्ञानीभूय तमः भिन्दन्’’ (ज्ञानीभूय) અનાદિથી મિથ્યાત્વરૂપ પરિણમતાં જીવ-કર્મના એકપર્યાયસ્વરૂપ પરિણમતો હતો તે છૂટ્યું, શુદ્ધચેતન-અનુભવ થયો, એમ થતાં (तमः) મિથ્યાત્વરૂપ અંધકાર (भिन्दन्) છેદતો થકો. કોના વડે મિથ્યાત્વ-અંધકાર છૂટ્યો? ‘‘इति उद्दामविवेकघस्मरमहोभारेण’’ (इति) જે કહ્યો છે, (उद्दाम) બળવાન છે એવા (विवेक) ભેદજ્ઞાનરૂપી (घस्मरमहःभारेण) સૂર્યના તેજના સમૂહ વડે. હવે જે વિચારતાં ભેદજ્ઞાન થાય છે તે જ કહે છે — ‘‘व्याप्यव्यापकता तदात्मनि भवेत्’’ (व्याप्य) સમસ્ત ગુણરૂપ અને પર્યાયરૂપ ભેદ-વિકલ્પો તથા (व्यापकता) એક દ્રવ્યરૂપ વસ્તુ (तदात्मनि) એક સત્ત્વરૂપ વસ્તુમાં (भवेत्) હોય છે. ભાવાર્થ આમ છે કે જેમ સુવર્ણ પીળું, ભારે, ચીકણું એમ કહેવા માટે છે, પરંતુ એક સત્ત્વ છે તેમ જીવદ્રવ્ય જ્ઞાતા, દ્રષ્ટા એમ કહેવા માટે છે, પરંતુ એક સત્ત્વ છે. એ પ્રમાણે એક સત્ત્વમાં વ્યાપ્ય-વ્યાપકતા હોય છે અર્થાત્ ભેદબુદ્ધિ કરવામાં આવે તો વ્યાપ્ય- વ્યાપકતા હોય છે. વિવરણઃ — વ્યાપક અર્થાત્ દ્રવ્ય-પરિણામી પોતાના પરિણામનો કર્તા હોય છે; વ્યાપ્ય અર્થાત્ તે પરિણામ દ્રવ્યે કર્યા. જેમાં (એક સત્ત્વમાં) આવો ભેદ કરવામાં આવે તો થાય છે, ન કરવામાં આવે તો નથી થતો. ‘‘अतदात्मनि अपि न एव’’ (अतदात्मनि) જીવસત્ત્વથી પુદ્ગલદ્રવ્યનું સત્ત્વ ભિન્ન છે, (अपि) નિશ્ચયથી (न एव) વ્યાપ્ય-વ્યાપકતા નથી. ભાવાર્થ આમ છે કે જેમ ઉપચારમાત્રથી દ્રવ્ય પોતાના પરિણામનો કર્તા છે, તે જ પરિણામ દ્રવ્યથી કરાયેલો છે તેમ અન્ય