કહાનજૈનશાસ્ત્રમાળા ]
દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય ઉપચારમાત્રથી પણ નથી, કારણ કે એક સત્ત્વ નથી, ભિન્ન સત્ત્વ છે. ‘‘व्याप्यव्यापकभावसम्भवम् ऋते कर्तृकर्मस्थितिः का’’ (व्याप्यव्यापकभाव) પરિણામ-પરિણામીમાત્ર ભેદની (सम्भवं) ઉત્પત્તિ (ऋते) વિના (कर्तृकर्मस्थितिः का) ‘જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મનો કર્તા જીવદ્રવ્ય’ એવો અનુભવ ઘટતો નથી, કારણ કે જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્ય એક સત્તા નથી, ભિન્ન સત્તા છે. આવા જ્ઞાનસૂર્ય વડે મિથ્યાત્વરૂપ અંધકાર મટે છે અને જીવ સમ્યગ્દ્રષ્ટિ થાય છે. ૪ – ૪૯.
व्याप्तृव्याप्यत्वमन्तः कलयितुमसहौ नित्यमत्यन्तभेदात् ।
विज्ञानार्चिश्चकास्ति क्रकचवददयं भेदमुत्पाद्य सद्यः ।।५-५०।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘यावत् विज्ञानार्चिः न चकास्ति तावत् अनयोः कर्तृकर्मभ्रममतिः अज्ञानात् भाति’’ (यावत्) જેટલો કાળ (विज्ञानार्चिः) ભેદજ્ઞાનરૂપ અનુભવ (न चकास्ति) પ્રગટ થતો નથી (तावत्) તેટલો કાળ (अनयोः) જીવ-પુદ્ગલ વિષે (कर्तृ-कर्म-भ्रममतिः) ‘જ્ઞાનાવરણાદિનો કર્તા જીવદ્રવ્ય’ એવી છે જે મિથ્યા પ્રતીતિ તે (अज्ञानात् भाति) અજ્ઞાનપણાથી છે; વસ્તુનું સ્વરૂપ એવું તો નથી. કોઈ પ્રશ્ન કરે છે કે ‘જ્ઞાનાવરણાદિકર્મનો કર્તા જીવ’ તે અજ્ઞાનપણું છે, તે કઈ રીતે છે? ‘‘ज्ञानी पुद्गलः च व्याप्तृव्याप्यत्वम् अन्तः कलयितुम् असहौ’’ (ज्ञानी) જ્ઞાની અર્થાત્ જીવવસ્તુ (च) અને (पुद्गलः) જ્ઞાનાવરણાદિ કર્મપિંડ (व्याप्तृ-व्याप्यत्वम्) પરિણામી-પરિણામભાવે (अन्तः कलयितुम्) એક સંક્રમણરૂપ થવાને (असहौ) અસમર્થ છે, કેમ કે ‘‘नित्यम् अत्यन्तभेदात्’’ (नित्यम्) દ્રવ્યસ્વભાવથી (अत्यन्तभेदात्) અત્યન્ત ભેદ છે. વિવરણ – જીવદ્રવ્યના ભિન્ન પ્રદેશ ચૈતન્યસ્વભાવ, પુદ્ગલ-દ્રવ્યના ભિન્ન પ્રદેશ અચેતનસ્વભાવ, — એ રીતે ભેદ ઘણો છે. કેવો છે જ્ઞાની? ‘‘इमां स्वपरपरिणतिं जानन् अपि’’ (इमां) પ્રસિદ્ધ છે એવાં (स्व) પોતાનાં અને (पर) સમસ્ત જ્ઞેયવસ્તુઓનાં (परिणतिं) દ્રવ્ય-ગુણ-પર્યાયનો અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો (जानन्) જ્ઞાતા છે. (अपि)