૬૨
(उल्लसति) પ્રગટ થાય છે તેમ. ભાવાર્થ આમ છે કે — જેમ અગ્નિસંયોગથી પાણી ઊનું કરવામાં આવે છે, કહેવામાં પણ ‘ઊનું પાણી’ એમ કહેવાય છે, તોપણ સ્વભાવ વિચારતાં ઉષ્ણપણું અગ્નિનું છે, પાણી તો સ્વભાવથી શીતળ છે – આવું ભેદજ્ઞાન, વિચારતાં ઊપજે છે. બીજું દ્રષ્ટાન્ત ‘‘एव लवणस्वादभेदव्युदासः ज्ञानात् उल्लसति’’ (एव) જેમ (लवण) ખારો રસ, તેના (स्वादभेद) વ્યંજનથી ભિન્નપણા વડે ‘ખારો લવણનો સ્વભાવ’ એવું જાણપણું તેનાથી (व्युदासः) ‘વ્યંજન ખારું’ એમ કહેવાતું – જણાતું તે છૂટ્યું; (આવું) (ज्ञानात्) નિજ સ્વરૂપના જાણપણા દ્વારા (उल्लसति) પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે જેમ લવણના સંયોગથી વ્યંજનનો સંભાર કરવામાં આવે છે ત્યાં ‘ખારું વ્યંજન’ એમ કહેવાય છે, જણાય પણ છે; સ્વરૂપ વિચારતાં ખારું લવણ છે, વ્યંજન જેવું છે તેવું જ છે. ૧૫ – ૬૦.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘एवं आत्मा आत्मभावस्य कर्ता स्यात्’’ (एवं) સર્વથા પ્રકારે (आत्मा) આત્મા અર્થાત્ જીવદ્રવ્ય (आत्मभावस्य कर्ता स्यात्) પોતાના પરિણામનો કર્તા હોય છે, ‘‘परभावस्य कर्ता न क्वचित् स्यात्’’ (परभावस्य) કર્મરૂપ અચેતન પુદ્ગલદ્રવ્યનો (कर्ता क्वचित् न स्यात्) ક્યારેય ત્રણે કાળે કર્તા હોતો નથી. કેવો છે આત્મા? ‘‘ज्ञानम् अपि आत्मानम् कुर्वन्’’ (ज्ञानम्) શુદ્ધ ચેતનામાત્ર પ્રગટરૂપ સિદ્ધ-અવસ્થા (अपि) તે-રૂપ પણ (आत्मानम् कुर्वन्) પોતે તદ્રૂપે પરિણમે છે. વળી કેવો છે? ‘‘अज्ञानम् अपि आत्मानम् कुर्वन्’’ (अज्ञानम्) અશુદ્ધ ચેતનારૂપ વિભાવપરિણામ (अपि) તે-રૂપ પણ (आत्मानम् कुर्वन्) પોતે તદ્રૂપે પરિણમે છે. ભાવાર્થ આમ છે કે – જીવદ્રવ્ય અશુદ્ધ ચેતનારૂપ પરિણમે છે, શુદ્ધ ચેતનારૂપ પરિણમે છે, તેથી જે કાળે જે ચેતનારૂપ પરિણમે છે તે કાળે તે જ ચેતના સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ છે, તેથી તે કાળે તે જ ચેતનાનું કર્તા છે; તોપણ પુદ્ગલપિંડરૂપ જે જ્ઞાનાવરણાદિ કર્મ છે તેની સાથે તો વ્યાપ્ય-વ્યાપકરૂપ નથી, તેથી તેનું કર્તા નથી. ‘‘अञ्जसा’’ સમસ્તપણે આવો અર્થ છે. ૧૬ – ૬૧.