કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવવસ્તુની અર્થાત્ ચેતનદ્રવ્યની (परिणामशक्तिः) પરિણામશક્તિ અર્થાત્ પરિણમનરૂપ સામર્થ્ય (स्थिता) અનાદિથી વિદ્યમાન છે – (इति) એવું દ્રવ્યનું સહજ છે. ‘‘स्वभावभूता’’ જે શક્તિ (स्वभावभूता) સહજરૂપ છે. વળી કેવી છે? ‘‘निरन्तराया’’ પ્રવાહરૂપ છે, એક સમયમાત્ર ખંડ નથી. ‘तस्यां स्थितायां’’ તે પરિણામશક્તિ હોતાં ‘‘सः स्वस्य यं भावं करोति’’ (सः) જીવવસ્તુ (स्वस्य) પોતાસંબંધી (यं भावं) જે કોઈ શુદ્ધચેતનારૂપ અશુદ્ધચેતનારૂપ પરિણામને (करोति) કરે છે ‘‘तस्य एव सः कर्ता भवेत्’’ (तस्य) તે પરિણામની (एव) નિશ્ચયથી (सः) જીવવસ્તુ (कर्ता) કરણશીલ (भवेत्) થાય છે. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્યની અનાદિનિધન પરિણમનશક્તિ છે. ૨૦ – ૬૫.
ખંડાન્વય સહિત અર્થઃ — અહીં કોઈ પ્રશ્ન કરે છેઃ ‘‘ज्ञानिनः ज्ञानमयः एव भावः कुतः भवेत् पुनः न अन्यः’’ (ज्ञानिनः) સમ્યગ્દ્રષ્ટિને (ज्ञानमयः एव भावः) ભેદવિજ્ઞાનસ્વરૂપ પરિણામ (कुतः भवेत्) ક્યા કારણથી હોય છે, (न पुनः अन्यः) અજ્ઞાનરૂપ નથી હોતો? ભાવાર્થ આમ છે કે સમ્યગ્દ્રષ્ટિ જીવ કર્મના ઉદયને ભોગવતાં વિચિત્ર રાગાદિરૂપ પરિણમે છે ત્યાં જ્ઞાનભાવનો કર્તા છે, અને (તેને) જ્ઞાનભાવ છે, અજ્ઞાનભાવ નથી; — તે કેવી રીતે છે એમ કોઈ પૂછે છે. ‘‘अयम् सर्वः अज्ञानिनः अज्ञानमयः कुतः न अन्यः’’ (अयम्) પરિણામ – (सर्वः) બધુંય પરિણમન (अज्ञानिनः) મિથ્યાદ્રષ્ટિને (अज्ञानमयः) અશુદ્ધ ચેતનારૂપ — બંધનું કારણ — હોય છે. (कुतः) કોઈ પ્રશ્ન કરે છે — આમ છે તે કઈ રીતે છે, (न अन्यः) જ્ઞાનજાતિનું કેમ નથી હોતું? ભાવાર્થ આમ છે કે મિથ્યાદ્રષ્ટિના જે કોઈ પરિણામ હોય છે તે બંધનું કારણ છે. ૨૧ – ૬૬.