૬૬
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘हि ज्ञानिनः सर्वे भावाः ज्ञाननिर्वृत्ताः भवन्ति’’ (हि) નિશ્ચયથી (ज्ञानिनः) સમ્યગ્દ્રષ્ટિને (सर्वे भावाः) જેટલા પરિણામ છે તે બધા (ज्ञाननिर्वृत्ताः भवन्ति) જ્ઞાનસ્વરૂપ હોય છે. ભાવાર્થ આમ છે કે સમ્યગ્દ્રષ્ટિનું દ્રવ્ય શુદ્ધત્વરૂપ પરિણમ્યું છે તેથી સમ્યગ્દ્રષ્ટિનો જે કોઈ પરિણામ હોય છે તે જ્ઞાનમય શુદ્ધત્વજાતિરૂપ હોય છે, કર્મનો અબંધક હોય છે. ‘‘तु ते सर्वे अपि अज्ञानिनः अज्ञाननिर्वृत्ताः भवन्ति’’ (तु) આમ પણ છે કે (ते) જેટલા પરિણામ (सर्वे अपि) શુભોપયોગરૂપ અથવા અશુભોપયોગરૂપ છે તે બધા (अज्ञानिनः) મિથ્યાદ્રષ્ટિને (अज्ञाननिर्वृत्ताः) અશુદ્ધત્વથી નીપજ્યા છે, (भवन्ति) વિદ્યમાન છે. ભાવાર્થ આમ છે કે – સમ્યગ્દ્રષ્ટિ જીવની અને મિથ્યાદ્રષ્ટિ જીવની ક્રિયા તો એકસરખી છે, ક્રિયાસંબંધી વિષય-કષાય પણ એકસરખા છે, પરન્તુ દ્રવ્યનો પરિણમનભેદ છે. વિવરણ – સમ્યગ્દ્રષ્ટિનું દ્રવ્ય શુદ્ધત્વરૂપ પરિણમ્યું છે તેથી જે કોઈ પરિણામ બુદ્ધિપૂર્વક અનુભવરૂપ છે અથવા વિચારરૂપ છે અથવા વ્રતક્રિયારૂપ છે અથવા ભોગાભિલાષરૂપ છે અથવા ચારિત્રમોહના ઉદયે ક્રોધ, માન, માયા, લોભરૂપ છે તે સઘળાય પરિણામ જ્ઞાનજાતિમાં ઘટે છે, કેમ કે જે કોઈ પરિણામ છે તે સંવર- નિર્જરાનું કારણ છે; — એવો જ કોઈ દ્રવ્યપરિણમનનો વિશેષ છે. મિથ્યાદ્રષ્ટિનું દ્રવ્ય અશુદ્ધરૂપ પરિણમ્યું છે, તેથી જે કોઈ મિથ્યાદ્રષ્ટિના પરિણામ તે અનુભવરૂપ તો હોતા જ નથી; તેથી સૂત્ર-સિદ્ધાન્તના પાઠરૂપ છે અથવા વ્રત-તપશ્ચરણરૂપ છે અથવા દાન, પૂજા, દયા, શીલરૂપ છે અથવા ભોગાભિલાષરૂપ છે અથવા ક્રોધ, માન, માયા, લોભરૂપ છે, – આવા સઘળા પરિણામ અજ્ઞાનજાતિના છે, કેમ કે બંધનું કારણ છે, સંવર-નિર્જરાનું કારણ નથી; — દ્રવ્યનો એવો જ પરિણમનવિશેષ છે. ૨૨-૬૭.
ખંડાન્વય સહિત અર્થઃ — એમ કહ્યું છે કે સમ્યગ્દ્રષ્ટિ જીવની અને મિથ્યાદ્રષ્ટિ જીવની બાહ્ય ક્રિયા તો એકસરખી છે પરંતુ દ્રવ્યનો પરિણમનવિશેષ છે, તે વિશેષના અનુસાર દર્શાવે છે, સર્વથા તો પ્રત્યક્ષ જ્ઞાનગોચર છે. ‘‘अज्ञानी