Samaysar Kalash Tika (Gujarati).

< Previous Page   Next Page >


Page 67 of 269
PDF/HTML Page 89 of 291

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

કર્તાકર્મ અધિકાર
૬૭

द्रव्यकर्मनिमित्तानां भावानाम् हेतुताम् एति’’ (अज्ञानी) મિથ્યાદ્રષ્ટિ જીવ, (द्रव्यकर्म) જે ધારાપ્રવાહરૂપ નિરન્તર બંધાય છેપુદ્ગલદ્રવ્યના પર્યાયરૂપ કાર્મણવર્ગણા જ્ઞાનાવરણાદિ કર્મપિંડરૂપ બંધાય છે, જીવના પ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહી છે, પરસ્પર બન્ધ્ય-બન્ધકભાવ પણ છે,તેમનાં (निमित्तानां) બાહ્ય કારણરૂપ છે (भावानाम्) મિથ્યાદ્રષ્ટિના મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ જે અશુદ્ધ પરિણામ, [ભાવાર્થ આમ છે કેજેમ કળશરૂપે મૃત્તિકા પરિણમે છે, જેમ કુંભારના પરિણામ તેનું બાહ્ય નિમિત્ત કારણ છે, વ્યાપ્ય-વ્યાપ્યકરૂપ નથી તેમ જ્ઞાનાવરણાદિક કર્મપિંડરૂપ પુદ્ગલદ્રવ્ય સ્વયં વ્યાપ્ય-વ્યાપ્યકરૂપ છે, તોપણ જીવના અશુદ્ધ ચેતનારૂપ મોહ- રાગ-દ્વેષાદિ પરિણામ બાહ્ય નિમિત્તકારણ છે, વ્યાપ્ય-વ્યાપ્યકરૂપ તો નથી.] તે પરિણામોના

(हेतुताम्) કારણપણે (एति) પોતે પરિણમે છે. ભાવાર્થ આમ છે કેકોઈ

જાણશે કે ‘જીવદ્રવ્ય તો શુદ્ધ છે, ઉપચારમાત્ર કર્મબંધનું કારણ થાય છે,’ પરંતુ એમ તો નથી. પોતે સ્વયં મોહ-રાગ-દ્વેષઅશુદ્ધચેતનાપરિણામરૂપ પરિણમે છે તેથી કર્મનું કારણ છે. મિથ્યાદ્રષ્ટિ જીવ અશુદ્ધરૂપ જે રીતે પરિણમે છે તે કહે છે‘‘अज्ञानमयभावानाम् भूमिकाः प्राप्य’’ (अज्ञानमय) મિથ્યાત્વજાતિરૂપ છે (भावानाम्) કર્મના ઉદયની અવસ્થા તેમની, (भूमिकाः) જેને પામતાં અશુદ્ધ પરિણામ થાય છે એવી સંગતિને (प्राप्य) પામી મિથ્યાદ્રષ્ટિ જીવ અશુદ્ધ પરિણામરૂપે પરિણમે છે. ભાવાર્થ આમ છે કેદ્રવ્યકર્મ અનેક પ્રકારનું છે, તેનો ઉદય અનેક પ્રકારનો છે. એક કર્મ એવું છે જેના ઉદયે શરીર થાય છે, એક કર્મ એવું છે જેના ઉદયે મન- વચન-કાય થાય છે, એક કર્મ એવું છે જેના ઉદયે સુખ-દુઃખ થાય છે. આમ અનેક પ્રકારનાં કર્મોનો ઉદય હોતાં મિથ્યાદ્રષ્ટિ જીવ કર્મના ઉદયને પોતારૂપ અનુભવે છે, તેનાથી રાગ-દ્વેષ-મોહપરિણામ થાય છે, તેમનાથી નૂતન કર્મબંધ થાય છે. તેથી મિથ્યાદ્રષ્ટિ જીવ અશુદ્ધ ચેતન પરિણામનો કર્તા છે. જેથી મિથ્યાદ્રષ્ટિ જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી તેથી કર્મના ઉદય-કાર્યને પોતારૂપ અનુભવે છે. જેમ મિથ્યાદ્રષ્ટિને કર્મનો ઉદય છે તેમ જ સમ્યગ્દ્રષ્ટિને પણ છે; પરન્તુ સમ્યગ્દ્રષ્ટિ જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે તેથી કર્મના ઉદયને કર્મજાતિરૂપ અનુભવે છે, પોતાને શુદ્ધસ્વરૂપ અનુભવે છે; તેથી કર્મના ઉદયમાં રંજિત થતો નથી, તેથી મોહ-રાગ-દ્વેષરૂપ પરિણમતો નથી, તેથી કર્મબંધ થતો નથી. તેથી સમ્યગ્દ્રષ્ટિ અશુદ્ધ પરિણામનો કર્તા નથી.આવો વિશેષ છે. ૨૩

૬૮.