Samaysar Kalash Tika (Gujarati). Upodghat.

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 291

 

नमः श्रीसद्गुरुदेवाय।
ઉપોદ્ઘાત
मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी
मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ।।

શાસનનાયક સર્વજ્ઞવીતરાગદેવ પરમ ભટ્ટારક પરમ પૂજ્ય ૧૦૦૮ ભગવાન શ્રી મહાવીરસ્વામીની ભવ્યજનકલ્યાણકારી દિવ્ય દેશનાનો જે અધ્યાત્મપ્રવાહ વિક્રમ સંવતના પ્રથમ સૈકામાં આ ભારતવર્ષને પાવન કરનાર આચાર્ય ભગવાન શ્રી કુંદકુંદ મહામુનિવરને ગુરુપરંપરાથી પ્રાપ્ત થયેલો, તે તેમણે યુક્તિ, આગમ અને પોતાના નિર્વિકલ્પ રસાસ્વાદરૂપ સ્વાનુભવના બળ વડે શ્રી સમયસાર, પ્રવચનસાર, નિયમસાર અને પંચાસ્તિકાયસંગ્રહ વગેરે અનેક પ્રાભૃતરૂપ પ્રાકૃતગાથાબદ્ધ પરમાગમોમાં ભરીને મુમુક્ષુ ભવ્ય જીવોના કલ્યાણ-અર્થે તેમને ભેટરૂપે અર્પણ કર્યો છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવપ્રણીત, ઉપરોક્ત પરમાગમોમાં શ્રી સમયસાર પરમાગમ આ કાળે નિરભ્ર નભમંડળમાં તેજસ્વી સૂર્ય સમાન અધ્યાત્મતત્ત્વનો સર્વાંગ પ્રકાશનાર મહાન અદ્ભુત સર્વોત્કૃષ્ટ ગ્રંથ છે. તેના પ્રણેતા, જેવા ઉચ્ચ કોટિના આત્મા છે તેવો જ ઉત્તમ આ ગ્રંથ છે.

સમયસાર ગ્રંથ ઉપર, શ્રી કુંદકુંદાચાર્યદેવ પછી લગભગ એક હજાર વર્ષે પોતાનાં દિવ્ય જ્ઞાન-સંયમથી તથા અનુપમ વિદ્વત્તાથી ભારતની ભવ્ય ધરાને વિભૂષિત કરનાર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે ‘આત્મખ્યાતિ’ નામની વિશદ, અર્થગંભીર, મૂળ ગાથાઓના હાર્દને ખોલનારી તથા અધ્યાત્મરસથી ઓતપ્રોત સુંદર ટીકા સંસ્કૃત ભાષામાં રચેલી છે. જેમ સમયસાર પરમાગમના મૂળ કર્તા ભગવાન કુંદકુંદાચાર્યદેવ સાતિશય અધ્યાત્મપ્રતિભાસંપન્ન, લોકોત્તર, મહાન આચાર્યપરમેષ્ઠી છે, તેમ ‘આત્મખ્યાતિ’ ટીકાના પ્રણેતા પણ અધ્યાત્મમસ્તીમાં મસ્ત મહા સમર્થ આચાર્ય છે. તેમણે પ્રવચનસાર તથા પંચાસ્તિકાયસંગ્રહ ઉપર પણ ટીકા લખી છે, અને તત્ત્વાર્થસાર, પુરુષાર્થસિદ્ધ્યુપાય આદિ સ્વતંત્ર ગ્રંથો પણ લખ્યા છે. તે સર્વમાં ‘આત્મખ્યાતિ’ ટીકા આચાર્યદેવની સર્વોત્કૃષ્ટ કૃતિ છે.

આ ટીકામાં આચાર્યદેવે, મૂળ ગાથાઓમાં ભરેલા અધ્યાત્મતત્ત્વના ગૂઢતમ આશયોને ખોલીને, જીવાદિ નવ તત્ત્વોનું શુદ્ધનયની પ્રધાનતાથી નિરૂપણ કરી મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ બતાવ્યું છે, અને અનાદિ કાળથી ભવભ્રમણને લીધે દુઃખી થતા જીવોને દુઃખથી મુક્ત થવા માટે એક માત્ર સમજવું બાકી રહી ગયું છે એવા એકત્વ-વિભક્ત આત્માના