કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચૈતન્યમાત્ર વસ્તુમાં (द्वयोः) દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક — બે નયોના (इति) આમ (द्वौ पक्षपातौ) બંને પક્ષપાત છે. ‘‘एकस्य बद्धः तथा अपरस्य न’’ (एकस्य) અશુદ્ધ પર્યાયમાત્રગ્રાહક જ્ઞાનનો પક્ષ કરતાં (बद्धः) જીવદ્રવ્ય બંધાયું છે; [ભાવાર્થ આમ છે કે – જીવદ્રવ્ય અનાદિથી કર્મસંયોગ સાથે એકપર્યાયરૂપ ચાલ્યું આવ્યું છે, વિભાવરૂપ પરિણમ્યું છે – એમ એક બંધપર્યાયને અંગીકાર કરીએ, દ્રવ્યસ્વરૂપનો પક્ષ ન કરીએ, તો જીવ બંધાયો છે; એક પક્ષ આ રીતે છે;] (तथा) બીજો પક્ષ — (अपरस्य) દ્રવ્યાર્થિકનયનો પક્ષ કરતાં (न) બંધાયો નથી. ભાવાર્થ આમ છે કે — જીવદ્રવ્ય અનાદિનિધન ચેતનાલક્ષણ છે, આમ દ્રવ્યમાત્રનો પક્ષ કરતાં જીવદ્રવ્ય બંધાયું તો નથી, સદા પોતાના સ્વરૂપે છે; કેમ કે કોઈ પણ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્ય-ગુણ- પર્યાયરૂપે પરિણમતું નથી, બધાંય દ્રવ્યો પોતાના સ્વરૂપે પરિણમે છે. ‘‘यः तत्त्ववेदी’’ જે કોઈ શુદ્ધ ચેતનામાત્ર જીવના સ્વરૂપનો અનુભવનશીલ છે જીવ, ‘‘च्युतपक्षपातः’’ તે જીવ પક્ષપાતથી રહિત છે. ભાવાર્થ આમ છે કે – એક વસ્તુની અનેકરૂપ કલ્પના કરવામાં આવે છે તેનું નામ પક્ષપાત કહેવાય છે, તેથી વસ્તુમાત્રનો સ્વાદ આવતાં કલ્પનાબુદ્ધિ સહજ જ મટે છે. ‘‘तस्य चित् चित् एव अस्ति’’ (तस्य) શુદ્ધ સ્વરૂપને અનુભવે છે તેને ‘(चित्) ચૈતન્યવસ્તુ (चित् एव अस्ति) ચેતનામાત્ર વસ્તુ છે’ એવો પ્રત્યક્ષપણે સ્વાદ આવે છે. ૨૫ – ૭૦*
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।२६-७१।।
અર્થઃ — જીવ મૂઢ (મોહી) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ મૂઢ (મોહી) નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિત્સ્વરૂપ જીવ વિષે બે નયોના બે
* અહીંથી હવે પછીના ૨૬ થી ૪૪ સુધીના શ્લોકો ૨૫ મા શ્લોકની સાથે મળતા છે, તેથી પં. શ્રી રાજમલ્લજીએ તે શ્લોકોનો ‘‘ખંડાન્વય સહિત અર્થ’’ કર્યો નથી. મૂળ શ્લોકો, તેમનો અર્થ તથા ભાવાર્થ ગુજરાતી સમયસારમાંથી અહીં આપવામાં આવ્યા છે.