સમ્યગ્દર્શન )
( પરમાત્માના પંથે : ૧૦૧
પરમાત્માના પંથે.....
✽ આત્મહિત માટે મુમુક્ષુ જીવનો નિરધાર ✽
‘‘હું જીવ છું’’ તેથી મારામાં જ સુખ ભર્યું છે; કેમકે સુખ ત્યાં
જ હોય છે કે જ્યાં જીવ હોય. જીવ સિવાય બીજા કોઈમાં સુખ
હોતું નથી.
તો હવે સુખી થવા માટે મારે શું કરવું જોઈએ? –
(૧) મારાથી અન્ય ધન – સ્ત્રી વગેરેમાં સુખ છે જ નહીં, તો
તેમનાથી મારે શું પ્રયોજન છે? – એટલે તેમના માટે જીવન
ગુમાવવું નકામું છે; માત્ર નકામું જ નહિ, દુઃખકર પણ છે.
(૨) હું તે બાહ્ય વસ્તુઓને માટે જેટલા રાગદ્વેષ ક્રોધમાન
કરું – તેનાથી મને કાંઈ લાભ નથી, પણ એકલું દુઃખ જ છે.
(૩) અન્ય વસ્તુને તેમજ રાગ – દ્વેષાદિને બાદ કરતાં હવે
મારામાં શું રહે છે? તે મારે જોવાનું છે. હા, એ બધા નીકળી જતાં
પણ હું ‘જીવ’ તો રહું જ છું; આથી સિદ્ધ થાય છે કે મારા જીવત્વનું
– મારા જીવનનું એ કોઈ સાધન નથી.
(૪) મારા જીવનમાં જ્ઞાન – સુખ – વીતરાગતા એ બધા
નિરંતર ભરેલા છે, તે જ મારો સ્વભાવ છે; એટલે મારા સુખને
બીજે ક્યાંયથી લાવવું નથી; હું પોતે જ સુખપિંડ છું.
(૫) વાહ! આટલો નિશ્ચય કરતાં મારો સંસારનો મોહ
કેટલો છૂટી ગયો? અને મારા આત્મામાં વિશ્વાસ જાગીને કેટલો
સંતોષ થઈ રહ્યો છે!!
– બસ, હવે આ આત્મવિશ્વાસના બળથી જ હું મારા
જીવનને સુંદર બનાવીશ ને પરમાત્માના પંથે ચાલીશ.