૧૦૦ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
જા કે ફરીને કહેવું ન પડે. બસ! આ છેલ્લું એક જ વાર કહેવાથી
તું જાગી જા. તારા ચૈતન્યનું અમૃત પીને અમર થઈ જા.
આવું ૧મનુષ્યજીવન પામ્યા છો, આવો ૨જૈનઉપદેશ મળ્યો
છે, આવી ૩આત્મહિતની ભાવના જાગી છે ને ભેદજ્ઞાનના
૪તત્ત્વવિચાર પણ કરો છો, – તો હવે ૫સ્વાનુભૂતિ કરતાં શી
વાર? બધા સાધન તૈયાર છે, હવે વાર ન લગાડો. આજે જ
સ્વાનુભૂતિથી આત્માને પ્રકાશિત કરો.
ધન્ય છે શ્રીગુરુ – કે જેમણે આવી સ્વાનુભૂતિની રીત
બતાવી. શાબાશી છે તે શિષ્યને – કે જેણે આત્માર્થી
થઈને સ્વાનુભવના પ્રકાશવડે આત્માને
આનંદથી શોભાવ્યો ને ભવથી પાર કર્યો.
l જય સ્વાનુભવ – પ્રકાશ l
સ્વભાવરસના ઘોલનથી ભરપૂર, આત્મસાક્ષીપૂર્વક
‘સ્વાનુભવપ્રેરક આ સ્વાનુભવ – પ્રસાદ’
શાસ્ત્રરચના પૂ. શ્રી કાનજીસ્વામીની વિદ્યમાનતામાં
થઈ : સોનગઢ વીર સંવત ૨૫૦૩ માહ સુદ
તેરસ. વર્દ્ધમાનદેવપ્રકાશિત જૈનશાસન જયવંત છે.
– બ્ર. હરિલાલ જૈન