Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 99 of 237
PDF/HTML Page 112 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૯૯
બધાય પંચ પરમગુરુઓ ને સંત – ધર્માત્મા – જ્ઞાનીજનો
નિજસ્વરુપનો અનુભવ કરી કરીને ભવથી પાર થયા છે. એ
મહાજનો જે પંથ પકડી પાર થયા તે જ અવિનાશી – પુરીનો પંથ
તું પકડ. એ મહાજનોના માર્ગે ચાલતાં તારું અનંત કલ્યાણ થશે.
આ જ સાચો સ્વ – અર્થ છે, બાકી બધો અનર્થ છે.
અને તે ‘અર્થ’ કેમ કહેવાય – કે જેના ગ્રહણથી ‘અનર્થ’
થાય? ‘અર્થ’ તો તે સાચો કે જેના ગ્રહણથી ‘પરમાર્થ’ સધાય.
આત્મા જ ઉત્તમ અર્થ છે.
તેનું ગ્રહણ તે પરમાર્થ છે.
અન્ય અર્થનું ગ્રહણ તે અનર્થ છે.
ભાઈ! તારું ચૈતન્યતત્ત્વ કાંઈ ઉજ્જડ નથી, અનંતગુણોની
ઉત્તમ વસ્તી ત્યાં વસેલી છે.....ચેતનરાજાની ત્યાં રાજધાની છે.
બાહ્ય વિષયો તો ઉજ્જડ વેરાન છે; ત્યાં કોઈ ગુણની વસ્તી નથી,
એમાં ક્યાંય આનંદ નથી, એનો કોઈ રાજા નથી; એ મોહ લૂટારાનો
જંગલી પ્રદેશ છે, એમાં તું જઈશ મા. – નહિતર તારા ગુણનિધાન
લૂંટાઈ જશે. ચૈતન્યની રાજધાનીમાં રહેજે, ને નિશ્ચિતપણે તારા
ગુણનિધાનને ભોગવજે.
તારો એક જ્ઞાનકણિયો પણ તારા આખા જ્ઞાનસ્વભાવને
જાહેર કરે છે. તારો જ્ઞાનકણિયો રાગને જાહેર નથી કરતો, – તેની
તો જાત જ જુદી છે. તારો જ્ઞાનકણિયો કષાયપૂંજથી જુદો રહી,
જ્ઞાનપિંડમાં તન્મય રહી તને કહે છે ‘હું જ્ઞાનમય છું.’ – માટે
જ્ઞાનને બીજા સ્વરુપે જોવાની ભ્રમણા છોડ. સુખ પણ જ્ઞાનમાં જ
છે, બીજે ક્યાંય નથી. જ્ઞાનથી બહાર બીજે તારું અસ્તિત્વ જ નથી,
માટે બીજે ક્યાંય ખોજીશ નહીં. ઘણાકાળથી સ્વપદને તું ભૂલ્યો
હોવાથી વારંવાર કહેવું પડે છે. હવે સ્વપદને સંભારી એવો જાગી