Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 98 of 237
PDF/HTML Page 111 of 250

 

background image
૯૮ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
મારો ઉપયોગ સદા મારામાં છે, તેનો મને કદી વિયોગ નથી.
ક્રોધાદિ વિભાવ એ ખરેખર કોઈ વસ્તુ નથી. મોહાગ્નિથી ફદફદાટ
થતો હતો, પણ ઉપયોગ જ્યાં મોહાગ્નિથી છૂટો પડયો ત્યાં શાંત
થઈ ગયો, તેમાં કોઈ ફદફદાટ ન રહ્યો. – એ જ મારું અસલી
શાંત સ્વરુપ છે. – આમ વારંવાર અત્યંત શાંતચિત્તે પોતાના
સ્વરુપની ભાવના કરવી. ત્યાં સ્વભાવ પ્રગટે છે ને સાચો આનંદ
વેદાય છે. – એનો સાક્ષી આત્મા પોતે જ છે.
હે જીવ! તારો એક્કેય ભાવ એવો નથી કે જેમાં તારું
ચેતનપણું રહેલું ન હોય. ચેતનપણું સર્વત્ર વ્યાપ્ત છે.....તે આખું
ચેતનપણું, એકલું ચેતનપણું, અનંતભાવથી ભરેલું ચેતનપણું, દ્રવ્ય
– પર્યાયરુપ ચેતનપણું – તે જ તું છો. તું ચૈતન્યરસમાં ચડી જા.
આ કામ અત્યારે તારાથી થાય તેવું છે, તેથી જ તને કહીએ
છીએ. પરિગ્રહવાન સમ્યગ્દ્રષ્ટિ પણ ક્યારેક ક્યારેક શુદ્ધોપયોગી
થઈ સ્વાનુભૂતિ કરી લ્યે છે, તે ધન્ય છે, મોક્ષના સાધક છે.
સ્વરુપના અનુભવ વખતે તે પોતાના સિદ્ધસમાન આત્મતત્ત્વને
સ્વસંવેદનરુપ કરીને પ્રત્યક્ષ દેખે છે. – આવો અનુભવ પૂજ્ય છે,
સર્વે સંતોએ એની પ્રશંસા કરી છે; સર્વશાસ્ત્રોમાં એનો જ મહિમા
ભર્યો છે.
હે ભવ્ય મુમુક્ષુ! તું પ્રતીત કર.....અમે કહીએ છીએ તેમ
કરતાં તારું હિત જ થશે. બધું કહેવાનું તાત્પર્ય એ છે કે પરની
આશા સર્વથા મટાડી, તારા ચેતનના સ્વરસથી તૃપ્ત થા. તારા
ચેતનરસનો સ્વાદ જ કોઈ એવો અપૂર્વ છે કે તે ચાખતાં પરમ તૃપ્તિ
ઊપજે છે, – એવી તૃપ્તિ ઊપજે છે કે પછી બીજું કાંઈ રસવાળું
લાગતું નથી. ચૈતન્યરસ પાસે જગત નીરસ લાગે છે. એ ચૈતન્યરસ
ચાખતાં જ વિષયભાવરુપ સર્વે વ્યાધિ મટી જાય છે.