સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૯૭
વિદ્યમાન છો, તો તેની વિકૃતિરુપ રાગાદિક થાય છે. ચેતનસ્વભાવી
તું વિદ્યમાન ન હો તો રાગાદિક કેવી રીતે થાય? માટે એકલા
રાગાદિકને ન દેખ, ચેતનસ્વભાવના અસ્તિત્વને દેખ. હજી કે
ચેતનસ્વભાવનું એકલું અસ્તિત્વ રાગાદિ વિકાર વગરનું
અનુભવાશે; પણ એકલા રાગાદિ, ચેતનના અસ્તિત્વ વગર કદી
નહીં અનુભવાય.
રાગાદિ વગરનું તારું ચેતનત્વ ઘણું જ સુંદર છે, – મોક્ષનો
સ્વાદ તેમાં ભર્યો છે. એ સ્વાદ છોડીને તું નરકાદિના કારણરુપ
પાપનો સ્વાદ કેમ લ્યે છે? તમે જાણો છો કે આ શરીર – સ્ત્રી –
ધન – મકાન એ કોઈ તમારા થઈને રહેવાના નથી, અત્યારથી જુદા
જ છે, છતાં તમે તેમાં મોહિત થઈ, પોતાનું હિત ચૂકી નરકાદિનાં
કર્મો કેમ બાંધો છો? ને વળી પાછા તેમાં સુખ કેમ માનો છો?
અરેરે, સંતો તમને વારંવાર શિખામણ આપે છે, તમે પણ ગ્રંથને
સાંભળો છો – વાંચો છો, છતાં મોહ કેમ નથી મૂકતા? હજી ક્યાં
સુધી સંસારમાં ભટકવું છે?
જાગો....જાગો.....ચૈતન્ય
પ્રભુ! ઝટ જાગો! વારંવાર
આવા હિતની શિખામણ
દેનારા મળવા દુર્લભ છે....
અવસર પામ્યા છો તો
તેનો લાભ લઈ લ્યો.