૯૬ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
જ્ઞાન મોહિત થતું નથી, તેના સ્વાદને પોતાના સ્વાદમાં ભેળવતું
નથી; પોતાનો ચૈતન્યસ્વાદ પોતામાં જ લીધા કરે છે.
જ્ઞાનસ્વાદ એકદમ શાંત છે. વિભાવનો સ્વાદ વ્યાકુળ છે.
જડમાં તો કોઈ સ્વાદ જ નથી, અથવા જડસ્વાદ છે.
✽ શરીર તો આખેઆખું જડરુપ અચેતન પ્રત્યક્ષ છે, તેમાં
ચેતનાનો પ્રવેશ કદી થતો નથી.
✽ ચેતના કદી જડ થતી નથી; શરીર કદી ચેતનામાં પ્રવેશતું
નથી; જુદેજુદા રહે છે.
✽ અનંતવાર જડ શરીરના સંયોગ આવ્યા ને છૂટયા, છતાં
દર્શન – જ્ઞાનસ્વરુપ આત્મા તો ઉપયોગસ્વરુપ જ રહ્યા કર્યો છે. તે
ઉપયોગ જ હું છું.
✽ આત્મા ઉપયોગી; શરીર ‘અનુપયોગી.’ બંનેની ભિન્નતા
સ્પષ્ટ છે.
✽ રાગદ્વેષાદિ વિભાવ જો કે ચેતન નથી, પણ જ્યાં ચેતનનું
અસ્તિત્વ હોય ત્યાં જ તે થઈ શકે છે, એટલે પહેલાં – મુખ્ય
ચેતનઅસ્તિત્વ છે. જ્યાં જ્યાં રાગદ્વેષ દેખાય ત્યાં ત્યાં પહેલાં
ચેતનને તું જોઈ લે. તે ચેતન તને મહાન દેખાશે; પછી મહાન ચેતન
સાથે વિજાતીય રાગાદિકનો સંબંધ કરતાં તને શરમ થશે, એટલે તું
એ રાગદ્વેષનો સંબંધ તોડી તારા ચેતનભાવમાં જ રહીશ. – આ
જ ભેદજ્ઞાન છે.
ઉપયોગ અને રાગની ભિન્નતા જિનવાણીએ સર્વત્ર દેખાડી
છે; સંત – ધર્માત્માઓએ પોતામાં અનુભવી છે. ભાઈ! તારો
અસલી ચેતનસ્વભાવ કદી મટી શકે નહિ. ‘ચેતનસ્વભાવી’ તું
b