ઇંદ્રિયો થંભી ગઈ, વિકલ્પો શાંત થઈ ગયા.....અહો, આશ્ચર્ય
અંતરમાં પ્રવેશતાં સર્વે વિકલ્પો મટીને નિર્વિકલ્પ – શાંતિ થશે, તેવી
પ્રતીતિ થઈ.....અને મેં જ્ઞાનદ્વારા એમના હૃદયમાં પ્રવેશ કર્યો.
જેઓ આત્મ – આનંદના જોરદાર અનુભવમાં રત છે. અરે, ક્ષણે
ક્ષણે જેઓ આશ્ચર્યકારી આનંદસાગરમાં ડૂબકી મારે છે ને સિદ્ધ
જેવો જ આનંદ અનુભવી લ્યે છે; – પછી તેમને સિદ્ધ કેમ ન
કહેવાય
ચૈતન્યની અનુભૂતિ તેમને સતત સુલભ છે, ને બાહ્ય વિષયોનો
પરિચય તેમને છૂટી ગયો છે. રાગમાત્રને દુશ્મન સમજીને તેનાથી
તેઓ સાવધાન છે, અને અંતરમાં ઉલ્લસતી સુખસાગરની છોળ
પીવામાં મગ્ન છે.....ધન્ય છે – આ મુનિરાજ
મિલન થતાં જાણે સિદ્ધનું મિલન થયું. પરમાત્માનો સાક્ષાત્કાર થયો.
જેમ દરિયામાં ડૂબતાને નાની નૌકા મળી જાય કે રણમાં તરસ્યાને
મીઠા પાણીનું નાનકડું ઝરણું દેખાય ને હર્ષિત થાય તેમ
પંચમકાળમાં નાનકડા સિદ્ધ જેવા આ મુનિરાજના દર્શનથી મારું