૧૦૪ : શ્રી મુનિ ભગવંતની સાથે )
( સમ્યગ્દર્શન
હૃદય અત્યંત હર્ષિત થઈ રહ્યું છે. અહા, એનું વર્ણન કરવું અશક્ય
છે. સમુદ્ર જેટલી શાહીથી અને પૃથ્વી જેટલા કાગળ પર લખવામાં
આવે તો પણ જેમના મહિમાનું પૂરું વર્ણન થતું નથી, તેની શું વાત?
તેમના સહવાસની પળો અત્યંત ધન્ય હતી, એમની આશ્ચર્યકારી
ધ્યાનમુદ્રા ચૈતન્યભાવની પ્રેરક હતી.
હું સ્તબ્ધપણે એકીટસે મુનિરાજની શાંત ધ્યાનમુદ્રા જોઈ જ
રહ્યો; ત્યાં મુનિરાજ ધ્યાનમાંથી બહાર આવ્યા.....મીઠી નજરે મારા
તરફ જોયું અહા! શી મધુરી દ્રષ્ટિ! એ દ્રષ્ટિ પડતાં જ મને તો જાણે
અપૂર્વ નિધાન મળ્યા.....મને થયું કે, હું અનાદિકાળથી અનંતદુઃખો
ભોગવતો આવ્યો છું; હવે આ ભવમાં આવા મુનિરાજ મળ્યા તો
તેમના સમાગમવડે તેમના માર્ગે જઈને અનાદિના દુઃખનો અંત કરું
ને સાદિ અનંતના મહાન સુખની પ્રાપ્તિનો પ્રયત્ન કરું! આ
મુનિરાજ એકલા – એકલા પોતાના અનંત આનંદમાં મગ્ન છે, તો
તેઓ કેવી રીતે આવો આનંદ પામ્યા? તે તેમની પાસેથી જાણું! –
એવી ભાવનાથી મેં મુનિરાજને વિનયપૂર્વક પૂછ્યું : –
‘હે પ્રભો! અનાદિકાળથી હું સંસારમાં જન્મ – મરણના ને
કષાયના અનંત દુઃખને ભોગવું છું; હવે આ ભવદુઃખોથી હું થાકી
ગયો છું. મહાભાગ્યે મને આપ મળ્યા છો. આપ ખરેખરા સુખી છો
ને સુખનો માર્ગ જાણો છો; તો તે સુખની પ્રાપ્તિનો ઉપાય કૃપા
કરીને મને બતાવો.’
શ્રી મુનિરાજે મારી જિજ્ઞાસા જાણીને પ્રસન્નતા બતાવી ને
શાંતિથી મને સમજાવ્યું. અહા, શી મધુરી એ વાણી! જાણે અમૃત
ઝરતું હતું. તેઓશ્રીએ કહ્યું : –
હે ભવ્ય! તું આત્મા પોતે જ્ઞાન – આનંદસ્વભાવથી ભરેલો
છો જ; પણ તારા સ્વભાવને ન જાણવાથી, વિષય – કષાયના