Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 105 of 237
PDF/HTML Page 118 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( શ્રી મુનિ ભગવંતની સાથે : ૧૦૫
ભાવોવડે તું દુઃખી થઈ રહ્યો છે. માટે પ્રથમમાં પ્રથમ તું તારા
આત્માને જાણ
! પર્યાયમાં વ્યક્ત એવા ચૈતન્યચિહ્નવડે તારા
આત્માનું સ્વરુપ જાણ, અને વિષય – કષાયોથી પાછો વળ.....તેમાં
સુખની બુદ્ધિ છોડ. અનાદિથી સ્વપણે માનેલ એવા શરીરાદિ જડમાં
રાચીને, તેમાં રાગદ્વેષ કરીને તું દુઃખી થયો, તેમાં ક્યાંય તને સુખ
ન મળ્યું; હવે તેમાં સ્વબુદ્ધિ છોડી દે; સુખ તેમાં નથી, સુખ તારામાં
પોતામાં છે, તારી સામે જો.
મેં કહ્યું : વાહ પ્રભો! આપની વાણી મને આત્માની તીવ્ર
જિજ્ઞાસા જગાડે છે. આપે જેને જાણવાનું કહ્યું – તે મારું સ્વરુપ કેવું
છે
? ને કઈ રીતે મને તેનો અનુભવ થાય? તે મને સમજાવો.
શ્રી મુનિભગવંતે ઉત્તરમાં ગંભીર ધ્યાનચેષ્ટાપૂર્વક કહ્યું : –
હે ભવ્ય! સુખમય તત્ત્વ તો તારા અંતરમાં સદાય વિદ્યમાન
છે, પણ તારા સ્વતત્ત્વના નિજવૈભવને ભૂલીને અનંતકાળથી તેં
કામભોગબંધનની, એટલે વિષય – કષાયની કલંકિની કથા
સાંભળીને તેનો પ્રેમ કર્યો, તેનો જ વારંવાર પરિચય કર્યો; તેથી
તારું સુખ (તારા અંતરમાં વિદ્યમાન હોવા છતાં) તને અનુભવમાં
ન આવ્યું ને તું દુઃખી થયો. પણ ભાઈ
! હવે એ વાત વીતી ગઈ
!
હવે તો તારું એકત્વ – વિભક્ત સ્વરુપ બતાવું છું; તું અપૂર્વ
આદરપૂર્વક પ્રેમથી તે સાંભળજે, સમજજે, ને એવા આત્માને
અનુભવમાં લેજે. તારા સર્વ દુઃખ દૂર થશે ને તને અપૂર્વ સુખનું
વેદન થશે. આત્મા પોતે ભગવાન છે તે અનુભૂતિસ્વરુપ એટલે
જ્ઞાનસ્વરુપ છે; આવા તારા આત્માની વાત તું પ્રસન્નચિત્ત
અપૂર્વભાવે સાંભળી, વિચારી અને પોતાના અનુભવમાં લઈને
પ્રમાણ કરજે.