૧૦૬ : શ્રી મુનિ ભગવંતની સાથે )
( સમ્યગ્દર્શન
‘મુમુક્ષુએ પ્રથમ જ આત્મા જાણવો.’
હે ભવ્ય! પ્રથમમાં પ્રથમ તું જ્ઞાનસ્વરુપ આત્મામાં સ્વબુદ્ધિ
કરી, શરીરમાં ને રાગદ્વેષમાં સ્વપણું માનવું છોડી દે. તું
જ્ઞાનસ્વભાવી ભગવાન છો. પામર નથી; ચૈતન્યની પરમેશ્વરતાથી
ભરેલા તને પામરપણું ન શોભે. હે ચેતનરાજા! તું પરદ્રવ્ય પાસે
તારા સુખની ભીખ માગે છે તે તને નથી શોભતું, માટે તે છોડી દે.
પરદ્રવ્યમાંથી કે રાગમાંથી તને સુખ કદી નહીં મળે. માટે તેમાં
આત્મબુદ્ધિ છોડ. ભાઈ! સુખશાંતિનો સમુદ્ર તું મિથ્યાત્વના
અગ્નિમાં શેકાઈ રહ્યો છે. તારા સ્વભાવમાં તે રાગાદિ અંગારા
નથી, તું તો શાંતરસથી ભરેલો છો. તું ક્રોધાદિ રહિત છો, પણ
જ્ઞાનસહિત છો. ક્રોધાદિ વિભાવ છે; જ્ઞાન તારો સ્વભાવ છે.
– આહા! શ્રી મુનિરાજ મને મારું સ્વરુપ કેવું સ્પષ્ટ
સમજાવી રહ્યા છે! મારી વૃત્તિ સ્વભાવ – પરભાવનું ભેદજ્ઞાન
કરીને અંતર્મુખ થતી જાય છે. મુનિરાજનો ક્ષણભરનો સમાગમ
ચમત્કારી અસર કરી રહ્યો છે. મેં પૂછ્યું : –
પ્રભો! અંતરમાં આત્માને જોવા જાઉં છું ત્યાં રાગદ્વેષ પણ
દેખાય છે! તો તેનું ભેદજ્ઞાન કઈ રીતે કરવું?
શ્રી મુનિરાજે કહ્યું : અંદરની બહુ સૂક્ષ્મ વાત તેં પૂછી. હે
વત્સ! સાંભળ! જ્ઞાન અને રાગનો સમય એક હોવા છતાં તેમના
સ્વરુપમાં અત્યંત ભિન્નતા છે. ‘આ રાગ છે તે હું છું’ એમ નથી
જણાતું, પણ ‘હું જ્ઞાન છું ને આ રાગાદિ મારાં પરજ્ઞેય છે, તે
જ્ઞાનથી ભિન્ન છે’ – એમ તે પરજ્ઞેયપણે જણાય છે, ને રાગાદિથી
જુદું જ્ઞાન જ સ્વપણે અનુભવાય છે. એ જ્ઞાનપણે જે અનુભવાય છે
તે પોતે જ તું આત્મા છો. જેમ સ્વચ્છ દર્પણમાં કોલસો જણાતી
વખતે પણ દર્પણ પોતે સ્વચ્છપણે જ રહે છે. તેમ તારા જ્ઞાનમાં