Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 107 of 237
PDF/HTML Page 120 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( શ્રી મુનિ ભગવંતની સાથે : ૧૦૭
રાગદ્વેષ જણાય છે ત્યારે પણ તારો આત્મા જ્ઞાનરુપે જ પરિણમે છે;
જ્ઞાનમાં તે તન્મય વર્તે છે. આ રીતે જ્ઞાનસ્વરુપ આત્માને જાણતાં
સમ્યક્ ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન થાય છે. માટે હે ભવ્ય
! તું
રાગનું કર્તાપણું છોડ. અને જ્ઞાતારસની શાંતધારામાં આવી જા.
એકવાર તું તારા સ્વરુપનો સ્વાદ લઈશ પછી જ્ઞાનમાં રાગાદિ
જણાવા છતાં તું તેના કર્તાપણામાં નહીં અટક કારણ કે તે ભાવોમાં
જ્ઞાનરસ નથી – ચેતનતા નથી, તે ભાવો ચેતના વગરના છે; તેનું
કર્તાપણું ( – તેમાં તન્મયપણું) જ્ઞાનધારામાં નથી. માટે જ્ઞાનરસના
જ બનેલા એવા તારા અખંડ સત્દ્રવ્યનો વિચાર કર; તેનો વિચાર
કરી ઉપયોગને તેમાં જ એકાગ્ર કર.
અહા, જ્યારે શ્રી મુનિરાજ આ વાત કરતા હતા ત્યારે તેમનું
ચિત્ત ચૈતન્યમાં જ એકાગ્ર વર્તી રહ્યું હતું.....તે જોઈને મારું ચિત્ત
પણ સર્વ પરભાવોથી દૂર થઈને, અંતરમાં મારા પરમાત્મતત્ત્વને
દેખવા જઈ રહ્યું હતું.....અને બીજી જ ક્ષણે તો હું મને પોતાને
પરમાત્મસ્વરુપે અનુભવી રહ્યો હતો. પરમાત્માના સાક્ષાત્કારનો
કોઈ મહા અપૂર્વ આનંદ અંદર વેદાતો હતો. આશ્ચર્યકારી,
અદ્ભુતથી પણ અદ્ભુત, એ વચનાતીત અનુભૂતિના પૂરા ગાણાં
કોણ ગાઈ શકે
?
અહા, પરમાત્મા જેવા મુનિવરોના સંગે મને પણ પરમાત્મા
બનાવી દીધો. મારું પરમાત્મપણું મેં મારામાં જ દેખ્યું.....ને તેના
જોરે હું પણ તે મુનિવરોની સાથે – સાથે મોક્ષપંથમાં ચાલવા
માંડયો. આવી અનુભૂતિમાંથી બહાર આવીને જોયું ત્યાં તો એ
નિસ્પૃહ મુનિરાજ ગગનમાર્ગે અન્યત્ર વિહાર કરી ગયા હતા ને
મારા હૃદયમાં એક પરમાત્મતત્ત્વ મૂકતા ગયા હતા.
ધન્ય મુનિવરોનો ઉપકાર! ધન્ય તેમનો સમાગમ!
c c c