૧૦૮ : શ્રી મુનિ ભગવંતની સાથે )
( સમ્યગ્દર્શન
મુનિરાજ – ધર્માત્માના સત્સંગની એ ધન્ય ઘડી જીવનમાં
દિનરાત મને યાદ આવ્યા કરે છે. અહા! મારું આવું અદ્ભુત
સ્વરુપ મુનિરાજે મને દેખાડયું; રાગથી પાર મારા જ્ઞાનસ્વરુપનો
મહાન અતીન્દ્રિય આનંદ મને તેમના પ્રતાપે અનુભવમાં આવ્યો.
મારી આ જ્ઞાનઅનુભૂતિમાં રાગ નથી. દુઃખ નથી, ક્લેશ નથી.
આવી શાંત જ્ઞાતાધારાની ઉગ્રતા વડે હું મોહને સર્વથા તોડીને
કેવળજ્ઞાન પામી પરમાત્મા થઈશ.
બે ઘડી મુનિના સત્સંગનું આવું મહાન ફળ! તો જીવનમાં
એવો ધન્ય અવસર ક્યારે આવે કે હું પોતે મુનિ થઈને સતતપણે
મુનિવરોના સહવાસમાં રહું ને ધ્યાનમગ્ન બનીને તેમની સાથે સાથે
મોક્ષપુરીમાં જાઉં!
– અને, મુનિરાજ જાણે આશીર્વાદપૂર્વક મને બોલાવી રહ્યા
છે; અંતરથી એના નાદ આવે છે. હે ભવ્ય! આવ.....ચાલ્યો
આવ.....આનંદથી આવીને અમારી સાથે રહે.....ને મોક્ષપુરીમાં
ચાલ. મોક્ષપુરીના દરવાજા ખુલ્લા છે.
બસ પ્રભો! આવી જ રહ્યો છું.....
તમારી સાથે રહેવા ને મોક્ષને સાધવા.
(આ એક ભાવનાત્મક નિબંધ છે. શ્રી મહાવીર પ્રભુના
‘અઢીહજારવર્ષીય નિર્વાણ મહોત્સવ’ પ્રસંગની સ્મૃતિમાં આત્મધર્મના
૪૦૦૦ જેટલા બાલસભ્યો માટે બ્ર. હરિભાઈએ એક નિબંધસ્પર્ધાનું
આયોજન કરેલું : નિબંધનો વિષય હતો ‘શ્રી મુનિરાજની સાથે.....’
મહાભાગ્યે તમને કોઈ મુનિરાજનો સંગ મળે તો તમે શું કરો? – એ
વિષય ઉપર આવેલા નિબંધોના આધારે આ લેખ તૈયાર કર્યો છે. આવા
બીજા અનેક લેખોનો સંગ્રહ અમારી પાસે છે, જે યથાવસરે પ્રગટ થશે.)