૨ : આત્માનો ઉત્સાહ )
( સમ્યગ્દર્શન
આત્માને સાધવાનો
સાચો ઉત્સાહ ક્યારે આવે ?
હે આ ત્મ ચા હ ક સા ધ ર્મી,
શાસ્ત્રશ્રવણ, આત્મવિચાર, જિનગુણમહિમા –
એવા સર્વ પ્રસંગોમાં શું તમને તમારામાં એકલા માત્ર
રાગની જ ઉત્પત્તિ દેખાય છે? – કે તે વખતે રાગ
ઉપરાંત બીજા કોઈ સારા ભાવની ઉત્પત્તિ તમને
તમારામાં દેખાય છે? તે વખતે જ વિદ્યમાન જ્ઞાનાદિ
(રાગ વગરના) ભાવોની ઉત્પત્તિ તમારામાં તમને દેખાય
છે કે નહીં? તે જ્ઞાનની ઉત્પત્તિને દેખશો તો જ તમારા
શાસ્ત્રશ્રવણ વગેરે બધાં કાર્યો સફળ થશે, ને તો જ તમને
તેમાં સાચો ઉત્સાહ આવશે.
જો જ્ઞાનને નહિ દેખો તો, જ્ઞાન વગરના તે બધા
તમને અચેતન જેવા નીરસ લાગશે, ને તમને ક્યાંય ખરો
ઉત્સાહ નહિ આવે; અથવા તો તે રાગના રસમાં જ તમે
રોકાઈ જશો.
માટે, દરેક કાર્ય વખતે એકલા રાગની ઉત્પત્તિને જ
ન દેખો. જ્ઞાનાદિની ઉત્પત્તિને પણ દરેક વખતે સાથે ને
સાથે દેખો! એ રીતે સમ્યક્પણે દેખતાં જરુર તમને
ભેદજ્ઞાન થશે.....જ્ઞાનની અનુભૂતિ થશે.....ને ચૈતન્યની
શાંતિનો સ્વાદ આવશે.
સ્વાનુભવની આ રીત મને જ્ઞાનીએ આપી.