સમ્યગ્દર્શન )
( સમ્યક્ત્વપિપાસુ : ૩
સમ્યક્ત્વપિપાસુ જીવને સંબોધન
શાંતિનગરીમાં વસવા ચાહતાં હે મુમુક્ષુ!
તારું જીવન કેવું હોવું જોઈએ? કેમકે અત્યારે તારું
જે જીવન ચાલી રહ્યું છે તેમાં તને સંતોષ નથી. અરે, તું
એક જૈન છો એટલે સર્વજ્ઞ જિનદેવનો, ગુરુઓનો અને
જિનવાણીનો ઉપાસક છો; તેથી તારા જીવનમાં પણ
તેમના જેવો વીતરાગી રસ આવવો જ જોઈએ.
વીતરાગરસના સ્વાદ વગર તને ચેન ક્યાંથી પડે? હવે
જાગૃત થઈને તારી જીવનદિશાને તું પલટાવી નાંખ.
અજ્ઞાનમય જીવન તો સાવ રસ વગરનું નીરસ છે,
– ભલે દુનિયાની ગમે તેટલી વિભૂતિ મળે; ચૈતન્યનું
જ્ઞાનમય જીવન તે જ સરસ – સુંદર છે, – ભલે તે
માટે બહારમાં દુનિયાની ગમે તેવી પ્રતિકૂળતા સહન
કરવી પડે.
દુનિયામાંથી તારી શાંતિ ક્યાં આવવાની છે? તારી
શાંતિ તો તારા ચૈતન્યતત્ત્વમાં જ ભરેલી છે. – તો પછી
શા માટે તારા પોતામાં જ એકલો – એકલો રહીને તારી
શાંતિનો રસ નથી લેતો? અને જૈનધર્મના પ્રતાપે આવો
શાંતસ્વભાવી આત્મા તને લક્ષગત પણ થયો છે. બસ,
હવે તો તેના અનુભવના પ્રયોગમાં જ બધું જીવન લગાડી
દેવાનું છે; અને એમ કરવાથી તને આ જીવનમાં જ
આત્માનો સ્વાનુભવ થશે.