Samyak Darshan Part 7 8 (Gujarati). Bhagwan Rushabhdevni Aatmakatha.

< Previous Page   Next Page >


Page 4 of 237
PDF/HTML Page 17 of 250

 

background image
૪ : ઋષભદેવની કથા )
( સમ્યગ્દર્શન
ભગવાન ઋષભદેવની આત્મકથા
અત્યારે મોક્ષપુરીમાં બિરાજમાન ભગવાન ઋષભદેવ પોતાની
સમ્યક્ત્વ – પ્રાપ્તિની કથા કહે છે : પૂર્વે દશમા ભવે મહાબલ
વિદ્યાધરના ભવમાં સ્વયંબુદ્ધ – મંત્રીએ મને જૈનધર્મના સંસ્કાર
આપ્યા; પણ વિષયોને વશ હું સમ્યગ્દર્શન ન પામ્યો. ત્યાંથી
દેવલોકમાં જઈને પછી હું વજ્રજંઘરાજા થયો ને બે મુનિવરોને
આહારદાન દઈ ભોગભૂમિમાં ઊપજ્યો. ત્યાં હું સમ્યગ્દર્શન
પામ્યો; તેની મજાની વાત સાંભળો : –
એકવાર તે ભોગભૂમિમાં હું આત્મહિતના વિચારમાં હતો,
ત્યાં મને જાતિસ્મરણ થયું. એવામાં આકાશમાર્ગે બે મુનિવરો
આવ્યા ને મને આશીર્વાદ આપીને કહ્યું : હે આર્ય
! હું પૂર્વના તારા
સ્વયંબુદ્ધ – મંત્રીનો જીવ છું ને તને સમ્યક્ત્વ પમાડવા વિદેહથી
આવ્યો છું; માટે તું હમણાં જ સમ્યક્ત્વનું ગ્રહણ કર.....અત્યારે જ
તેની પ્રાપ્તિનો અવસર છે.
અહા, મુનિરાજના સંબોધનથી મને અપાર આનંદ થયો;
મારો આત્મા જાગી ઊઠયો. ને મુનિરાજના કહેવા પ્રમાણે અંતર્મુખ
થઈ, આત્માને લક્ષગત કરતાં મને અપૂર્વ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ
થઈ. અહો, ધન્ય શ્રીગુરુનો ઉપકાર!
ત્યારપછી સમ્યગ્દર્શનના પ્રતાપે આત્માની આરાધના કરતાં
કરતાં હું સર્વજ્ઞ થયો ને ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર થઈને અત્યારે
મોક્ષપુરીમાં બિરાજું છું. મારી આ કથા સાંભળીને તમે પણ
સમ્યગ્દર્શન પામજો ને વેલાવેલા મોક્ષપુરીમાં આવજો.
(જુઓ : સામેનું ચિત્ર)