જોરે જ સ્વાનુભૂતિ થઈ શકે છે. અહો, એ ચોથી ટૂંકની યાત્રા એક
(૨૪૯૭ માં) સ્વાનુભૂતિ પહેલાંની યાત્રા, અને પછી બીજી આ
સ્વાનુભૂતિ પછીની યાત્રા (૨૫૦૧ માં) – એ બંને ખરેખર
યાદગાર છે.
ઘણીવાર મેં તીવ્ર આત્મિક ભાવનાઓ ભાવી છે, આત્મકલ્યાણના
સુંદર ભાવો ત્યાં જગાડયા છે; એ સહેસાવન
મુનિ ભગવંતોની સાથે રહીને ચૈતન્યના રત્નત્રયની આરાધના હું
શીખતો હોઉં, – એવું જીવન ત્યાં હું ગાળતો હતો. અને આ
સ્વાનુભૂતિ – પ્રકાશની રચનાની પૂર્ણતાનો પ્રસંગ પણ કુદરત યોગે
ગિરનારમાં જ બન્યો છે. તે સ્વાનુભૂતિ – પ્રકાશનું હવે આ ૪૩ મું
પદ છે : –
દીધો અપૂર્વ ચૈતન્યનો સંદેશ જો;
હરિવંશમાં લીધો હરિએ મુજને,
અમે બંને સુરાષ્ટ્રના શણગાર જો.....