એકલી આત્મઅનુભૂતિ તરફના પરિણામ ખૂબ – ખૂબ ઘૂંટાયા;
બસ
બેનશ્રી – બેનની પરિણતિ જોવા મળી; કર્મધારાથી ભિન્ન પરમ
શાંત જ્ઞાનધારા કેવું કામ કરતી હોય છે
કામ કેવું છે
૨૪૯૯ અને ૨૫૦૧ માં) ગિરનાર યાત્રા કરી; તેમાં બીજીવાર
ગુરુદેવની સાથે ( – ધર્મચક્રના રથમાં બેસીને) ગિરનાર ગયેલ,
ત્યારે ત્યાં માનસ્તંભના પ્રતિષ્ઠા મહોત્સવમાં મેં ધર્મધ્વજનું
આરોહણ કર્યું. આ વખતે અત્યંત સાહસ કરીને ફરીને પ્રદ્યુમ્ન ટૂંક
(ચોથી ટૂંક) ઉપર ચડયા અને યાત્રા કરી આવ્યા. જેમ આત્માની
અનુભૂતિનો સાચો રસ્તો જોઈ લીધેલો તેમ આ વખતે ચોથી ટૂંકનો
પણ સાચો રસ્તો જોઈને તે રસ્તે અમે ગયા. જો કે યાત્રાનો પંથ
ચોથી ટૂંકે ચડવાનો ઘણો જ વિકટ છે, એકલા આત્માના અવલંબને
પોતે પોતાની શક્તિની તાકાત ઉપર આધાર રાખીને જ ત્યાં જઈ
શકાય છે; તેમ ચૈતન્યનો પંથ, ચૈતન્યની સ્વાનુભૂતિનો (ચોથા
ગુણસ્થાને ચડવાનો) પંથ પણ અંદરમાં એકદમ નિરાલંબી છે, તેના
ઉપર ચાલવું એ મહાન શૂરવીર આત્માર્થી પુરુષોનું કામ છે; પોતે